થાઇલેન્ડની રિસોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, 4 ના મોત 21 ઘાયલ

બેકોંગઃ થાઇલેન્ડના હુઆ હિનાની એક રિસોર્ટમાં ગુરૂવારે મધ રાતે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બોમ્બ તકિયાની અંદર છૂપાવવામાં આવ્યા હતા. જેને અડધો કલાકના અંતરે મોબાઇ દ્વારા ઉડાવવામાં આવ્યાં છે. ઇજાગ્રસ્તોમાં વિદેશી મુસાફરોનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી પ્રમાણે થાઇલેન્ડના દક્ષિણ તીન પ્રાંતોમાં વિસ્ફોટની ઘટના સામાન્ય છે કારણકે અહીં ઉગ્રવાદીઓની સંખ્યા વિશેષ છે. જો કે દેશના પર્યટન સ્થળો પર આ રીતના હુમલા થતા નથી. આ રિસોર્ટ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

You might also like