કાર અને ટ્રક વચ્ચે અકસ્માત: બેનાં મોત

અમદાવાદ: ધોળકા જિલ્લાના કોઠ ગામ પાસે અાવેલા ગુંદી ફાટક નજીક અાજે વહેલી સવારે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઅોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બેને ઇજાઅો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

બનાવની જાણ કોઠ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઠ ગામના ગુંદી ફાટક પાસે બગોદરા તરફ જતાં હાઈવે પર અાજે સવારે કોઠ ગામના ચેરમેનના સંબંધીઅો અલ્ટોકારમાં જઈ રહ્યા હતા ત્યારે કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિઅોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

જ્યારે બે વ્યક્તિઅોને ગંભીર ઇજાઅો થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા હતા. બનાવ અંગેની જાણ કોઠ પોલીસને થતાં કોઠ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
અા ઉપરાંત ગઈકાલે સવારે પણ કોઠ ગામના ગુંદી પાસે એક કાર પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ વ્યક્તિઅોને ઇજાઅો થવા પામી હતી.

You might also like