આશ્રમરોડ અને ડફનાળામાં કાર સળગી

અમદાવાદ ઃ શહેરમાં 12 કલાકમાં કાર સળગવાના બે કિસ્સા સામે આવ્યા છે ગઇ કાલે મોડી રાતે આશ્રમરોડ ઉપર આવેલ નટરાજ સિનેમા પાસે એક એસેન્ટ કારમાં આગ લાગી હતી ત્યાર બાદ આજે વહેલી સવારે ડફનાળા રિવરફ્રન્ટ ઉપર મારુતિ 800 કારને આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી.

ગાંધીનગરમાં રહેતા જગદીશભાઇ ગેલાભાઇ ગઇ કાલે રાતે પોતાની એસેન્ટ કાર લઇને આશ્રમરોડ ઉપરથી આવેલા નટરાજ સિનેમા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એન્જિનમાં અચાનક સ્પાર્ક થતાં આગ લાગવાની શરૂ થઇ હતી. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. ત્યારે આજે સવારે હીરેનભાઇ બ્રહ્મભટ્ટ નામની વ્યકિતએ પોતાની મારુતિ 800 કાર લઇને મોર્નિંગ વોક માટે શાહીબાગ ડફનાળા પાસે રિવરફ્રન્ટ ઉપર આવ્યા હતા. કાર પાર્ક કરીને તેઓ વોકિંગ માટે નીકળ્યા તે સમયે મારુતિ કારમાં પેટ્રોલની પાઇપ લીકેજ હોવાથી સ્પાર્ક થતાં કારમાં આગ ભભૂકી ઊઠી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કારમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

You might also like