દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાનાં બે યુદ્ધ જહાજ દેખાઈ દેતાં તણાવ વધવાની શક્યતા

વોશિંગ્ટન: અમેરિકાનાં બે યુદ્ધજહાજ દક્ષિણ ચીન સાગરના વિવા‌િદત સમુદ્રમાં જોવા મળ્યાં હત્યાં. આ સમુદ્રી વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તાઈવાન સાથે પણ તેને આ મુદ્દે વિવાદ છે. અમેરિકાના આ પગલાથી વિવાદ વધે તેવી શક્યતા છે.

ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાનાં બે યુદ્ધજહાજ જોયાં હોવાનો દાવો કર્યો છે. અમેરિકા ઉત્તર કોરિયા મામલે ચીનના સહયોગની માગણી કરી રહ્યું છે તેવા સમયે જ લેવાયેલું આ પગલું ભડકાવનારું કામ કરી શકે છે. અમેરિકાનું આ ઓપરેશન બી‌િજંગના એ પ્રયાસનો જવાબ ગણવામાં આવે છે, જે અંતર્ગત તે આ રણનૈતિક ક્ષેત્રમાં જહાજની અવરજવરને અસર પહોંચાડવા માગે છે.

મિસાઈલ ડિસ્ટ્રોયર અને ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર પાર્સલ આઈલેન્ડથી માત્ર ૧૨ નોટિકલ માઈલ જ દૂર હતાં

અમેરિકાએ આ ઓપરેશનની યોજનાઓ અનેક મહિનાઓ પહેલાં બનાવી હતી અને હવે તે રો‌િજંદી બની ગઇ છે. અમેરિકાના નૌકાદળ તરફથી કરવામાં આવનારા અભ્યાસથી ચીનને બહાર કરવાના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે અને આવા સમયે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી યુદ્ધજહાજોની હાજરી ચિંતાજનક બાબત છે. નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે મિસાઈલ ડિસ્ટ્રોયર અને ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર પાર્સલ આઈલેન્ડથી માત્ર ૧૨ નોટિકલ માઈલ જ દૂર હતાં.

આ ઓપરેશન પર ટીકાકારોનું કહેવું છે કે અમેરિકાના આ વ્યવહારની ચીન પર વધારે અને લાંબી અસર નહીં થાય, કારણ કે તેનું મહત્ત્વ પ્રતિકાત્મક જ છે, જ્યારે અમેરિકાની સેનાની દુનિયામાં અનેક ઠેકાણે હાજરી છે અને તે આવાં ઓપરેશન ચલાવતું જ રહે છે. અમેરિકાના સહયોગીઓના દાવા ધરાવતા વિસ્તારમાં પણ તેની હાજરી હોય જ છે, જોકે તેનો રાજનૈતિક ઉદ્દેશ સાથે કોઈ સીધો સંબંધ રહ્યો નથી. ૧૨ મેએ સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં જણાઈ આવે છે કે ચીને જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ મિસાઈલ અને એન્ટિ શિપ ક્રૂઝ મિસાઈલ વુડી આઈલેન્ડમાં તહેનાત કરી છે.

Janki Banjara

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

6 days ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

6 days ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

6 days ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

6 days ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

6 days ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 week ago