એક ઘરમાંથી નીકળ્યા બે પુખ્ત અને ૧૧૧ બાળ cobra

ઓડિશાના ભદ્રક જિલ્લાના શ્યામપુર નામના ગામમાં એક માટીના કાચા ઘરમાંથી સ્નેક હેલ્પલાઇનના નિષ્ણાતોએ બે પુખ્ત કોબ્રા અને એનાં કુલ ૧૧૧ બચ્ચાં પકડ્યાં હતાં. સાપ પકડનારી ટીમનું કહેવું હતું કે આ તમામ સાપ બેથી ત્રણ દિવસના જ હતા. બિજેય ભુયાન નામના ભાઇને ત્યાં આ નજારો જોવા મળ્યો હતો. ભાઇનું કહેવું હતું કે તેને ત્યાં ક્યારેક એકલદોકલ સાપ નીકળતા હતા.

એ વખતે તે દૂધનો વાડકો ઘરના ખૂણે મૂકી દેતો. તેનું માનવું હતું કે સાપથી ઘરમાં સમૃદ્ધિ આવે. થોડા દિવસ અગાઉ જ્યારે તેણે બે-ત્રણ સાપનાં બચ્ચાં જોયાં ત્યારે એને પકડવા માટે તે સપેરાને બોલાવી લાવ્યો. સપેરાએ ખાસ ધૂન બજાવીને સાપને ત્યાંથી હટાવીને બહાર લઇ જવાની કોશિશ કરી, જોકે સપેરાની ધૂન સાંભળીને થોડી જ વારમાં ત્યાં એટલા બધા સાપનો જથ્થો એકઠો થઇ ગયો કે સપેરા પણ ગભરાઇ ગયો. પોતે આટલા સાપને હેન્ડલ નહીં કરી શકે એમ કહીને સપેરાએ હાથ ઊંચા કરી દીધા. આખરે એક હેલ્પલાઇન પરથી ફોરેસ્ટની ટીમને બોલાવવામાં આવી. આ ટીમ પણ અચરજમાં પડી ગઇ હતી, કેમ કે તેમણે પણ જથ્થાબંધ સંખ્યામાંં આવી રીતે સાપ જોયા નહોતા.

You might also like