પેટાચૂંટણી અગાઉ જયલલિતાનો અંતિમ વીડિયો આવ્યો સામે

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. પોતાની મોતના અંતિમ દિવસોમાં જયલલિતા ચેન્નાઇના અપોલો હોસ્પિટલમાં દાખલ હતા અને સમયનો એક વીડિયો વાયરલ થઇને સામે આવ્યો છે. દિનાકરણના સમર્થકો દ્વારા આ વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. આ વીડિયોમાં જયલલિતા હોસ્પિટલમાં દાખલ થયેલા બતાવામાં આવી રહ્યા છે.

આ વીડિયોમાં જયલલિતા હોસ્પિટલના બેડ પર બેઠા-બેઠા પ્લાસ્ટિક ગ્લાસમાં કંઇક પીતા જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આરકે નગર જયલલિતાની બેઠક હતી. ગુરૂવારે અહીં પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણીમાં 59 ઉમેદવારો છે પરંતુ મુખ્ય મુકાબલો મધૂસુદનન, મરૂથુગનેશ અને દિનાકરણ વચ્ચે છે. આ બેઠક પર 21 ડિસેમ્બર મતદાન યોજાશે અને 24 ડિસેમ્બરે મતગણતરી યોજાશે.

ઉલ્લેખનીય છે કે જયલલિતાને ગત 22 સપ્ટેમ્બરની રાત્રે તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 5 ડિસેમ્બરના રોજ નિધન થયું હતુ.

You might also like