ગભરાશો નહીં, ૧ જુલાઇથી PAN ઓટોમેટિકલી અમાન્ય નહીં ઠરે

નવી દિલ્હી: ઇન્કમટેકસની વેબસાઇટ પર જઇને ૧ જુલાઇથી પોતાના પાન નંબરને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા માટે લોકો પરેશાન છે. વેબસાઇટ પર ટ્રાફિક વધતાં સાઇટ ઘણી વખત ક્રેશ પણ થઇ જાય છે. ઘણા લોકોનું માનવું છે કે ૧ જુલાઇ પહેલાં જો પાન નંબરને આધાર સાથે લિન્ક કરવામાં નહીં આવે તો તેમનો પાનનંબર ગેરકાયદે બનીને રદ થઇ જશે.

જોકે ૧ જુલાઇથી પાન સાથે આધાર કાર્ડ લિન્ક કરવું ફરજિયાત છે, પરંતુ ૧ જુલાઇ પહેલાં અનિવાર્ય નથી. જો તમે ૧ જુલાઇ પહેલાં પાન નંબર આધાર કાર્ડ સાથે લિન્ક નહીં કરી શકો તો તમારો પાન નંબર ઓટોમેટિકલી અમાન્ય અને રદ નહીં થાય.

૧ જુુલાઇ બાદ સરકાર એક તારીખ જાહેર કરશે અને એ તારીખ બાદ જો તમે તમારો પાન નંબર આધાર સાથે લિન્ક નહીં કરો તો ઓટોમેટીકલી તમારો નંબર અમાન્ય અને રદ થઇ જશેે. સરકારે હજુ સુધી આ તારીખની જાહેરાત કરી નથી. નવા ઇન્કમટેકસ હેઠળ જે વ્યકિત પાસે ૧ જુલાઇ ર૦૧૭ પહેલાંથી પાન કાર્ડ છે અને આધારકાર્ડ મેળવવા પાત્ર છે તેને નિર્ધારિત નિયમો અનુસાર બંને કાર્ડ લિન્ક કરવા જરૂરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભમાં જારી કરવામાં આવેલ સૂચનાઓ મુજબ સંબંધિત લોકોએ આ પ્રક્રિયાને અનુસરવું પડશે. જો પાનકાર્ડ ધારક નિર્ધારિત સમયમાં આધાર લિન્ક નહીં કરે તો સરકાર તરફથી નિર્ધારિત સમયમર્યાદા બાદ પાન કાર્ડ અમાન્ય ઠરશે. આધાર પાન નંબર સાથે લિન્ક કર્યા બાદ તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને તમારા આઇટી રિટર્નનુું ઇ-વેરિફિકેશન કરી શકશો જે આપના મોબાઇલ નંબર આધાર ડેટા બેઝ સાથે રજિસ્ટર્ડ છે.
http://sambhaavnews.com/

You might also like