૧ જુલાઈથી જીવન જરૂરી ચીજોના ભાવ નહીં વધે

અમદાવાદ: આગામી ૧ જુલાઇથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ થવા જઇ રહ્યો છે ત્યારે જીએસટીના અમલ બાદ મોટા ભાગના ખાદ્યપદાર્થ સસ્તા થશે તો બીજી બાજુ સ્કિમ્ડ મિલ્ક, કસ્ટર્ડ પાઉડર, ચોકલેટ, ઇન્સ્ટન્ટ કોફી અને મેકઅપના સામાન જેવી ચીજવસ્તુઓ મોંઘી થશે.

દરમિયાન જીએસટીના અમલ પૂર્વે આવતી કાલે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલીક વસ્તુઓ અને સેવાઓના દરમાં ફેરફાર થવાની સંભાવના છે. જે ચીજવસ્તુઓ ઉપર શૂન્ય ટકા જીએસટી રાખવામાં આવ્યો છે તેમાં લોટ, મેંદો, બેસન, ઘઉં, દૂધ, દહીં, લસ્સી, પનીર, ઇંડાં, માંસ, માછલી, તાજાં ફળો, શાકભાજી, પ્રસાદ, મીઠું, માટીનાં વાસણ તથા બ્રાન્ડેડ ના હોય તેવું ઓર્ગેનિક ખાતર સામેલ છે. ૧ જુલાઇ બાદ મોટા ભાગનું કરિયાણું, ઘરવપરાશની ચીજવસ્તુઓ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના ભાવ બદલાશે નહીં.
http://sambhaavnews.com/#myCarousel

You might also like