ભારતની પ્રથમ ‘સ્વદેશી’ ટ્રેન જોવા મળશે ટ્રેક પર, જાણો ખાસિયત

ભારતની પ્રથમ સ્વદેશી ટ્રેન આવતા વર્ષના ડિસેમ્બર સુધી પાટા પર દોડતી જોવા મળશે. રેલવે બોર્ડના એક સભ્ય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ ટ્રેન દિલ્હીમાં ચાલતી મેટ્રો ટ્રેન જેવી હશે, પરંતુ આ મોટા પાયે નિર્મિત કરવામાં આવશે.

સ્વદેશી ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનથી વિરુધ્ધ 16 ડબ્બાવાળી આ ટ્રેન લાંબી દૂરી સુધી ચાલવામાં સક્ષમ રહેશે. ટ્રેનનો સેટ દિલ્હી મેટ્રો ટ્રેક જેવો હશે. આમાં ઘણા કોચ પ્રોપલ્શન સિસ્ટમ જેવા હશે.

– ઝડપી ગતિએ વધારે ચક્કર લગવામાં આવશે.
– સામાન્ય ટ્રેનોની સરખામણીએ યાત્રિઓને પોતાના સ્થે જલ્દી પહોંચાડશે.
– રેલવેમાં પ્રથમ વખત આ ટ્રેનમાં સ્વસંચાલિત દરવાજા હશે.
– સ્વસંચાલિત દરવાજા સ્ટેશન પર પોતાની જાતે ખુલશે અને જાતે બંધ થશે.
– બીજી ટ્રેનની સરખામણીએ ટ્રેનમાં મોટી વિન્ડો (બારી) હશે.
– બધા ટ્રેનના કોચ સંપૂર્ણ રીતે વાતાનુકૂલિત તેમજ જૈવ શૌચાલય હશે.

You might also like