૧ એપ્રિલથી સામાન્ય વીમાના રિન્યૂલના દરમાં ૧૦ ટકા વધારો થાય તેવી શક્યતા

મુંબઇ: આગામી ૧ એપ્રિલથી પુનઃ વીમાના દરોમાં એવરેજ ૧૦ ટકા સુધીનો વધારો થઇ શકે છે. પાછલાં વર્ષે ચેન્નઇમાં આવેલી કુદરતી હોનારતના પગલે વીમા કંપનીઓને નાણાં ચુકવણાના કારણે એક અંદાજ મુજબ રૂ. ૫,૦૦૦ કરોડ કરતાં વધુનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું, જેના કારણે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ઇન્શ્યોરન્સ કંપનીઓ એવરેજ ૧૦ ટકાનો વધારો કરી શકે છે.

જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે ઇન્શ્યોરન્સ કંપનીઓને થયેલા નુકસાનના કારણે પુનઃ વીમાના દરોમાં વધારો કરવાની દરખાસ્ત મળી છે. ઉલ્લેખનીય છે કે જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ચેન્નઇમાં આવેલી કુદરતી હોનારતના કારણે એક અંદાજ મુજબ રૂ. ૧૦૦૦ કરોડ કરતાં વધુનું નાણાકીય નુકસાન થયું છ.

ઇન્શ્યોરન્સ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે કુદરતી હોનારત જેવી ઘટનાઓને લઇને વીમા કંપનીઓને મોટા પ્રમાણમાં નાણાં ચુકવણું કરવું પડે છે અને તેથી નુકસાનીને સરભર કરવા ઇન્શ્યોરન્સ કંપનીઓ ૧૦ ટકા સુધી પ્રીમિયમના દરમાં વધારો કરી શકે છે.

You might also like