આ નંબર પર માત્ર મિસકોલથી મળશે 1GB 4જી ઇન્ટરનેટ

અમદાવાદ : હાલ રિલાયન્સ જીઓ આવ્યા બાદ ચારેબાજુ 4જી ઇન્ટરનેટની બોલબાલા છે. તેવા સમયે એરટેલ પોતાનાં ગ્રાહકો માટે ગજબઓફર લઇનેઆવી છે. એરટેલનાં એક ખાસ નંબર પર માત્ર મિસકોલ મારવાથી જ 1 જીબી 4જી ડેટા મળી જશે. ગ્રાહકો માટે એક બેહદ શાનદાર ઓફર લઇને આવી છે. જેમાં યુઝર્સ માત્ર એક મિસકોલઆપવાથી જ 1જીબી 4જી ડેટા મળી જશે. એટલું જ આ ઇન્ટરનેટ પુરા 28 દિવસ માટે મળશે.

જ્યારે કેટલાક ક્ષેત્રોમાં 90 દિવસો માટે પણ ઓફર છે. ઓફરની વેલેટિડી કેટલા દિવસ રહેશે તે તમારા સર્કલ પર નિર્ભર રહેશે. આ ઓફર હેઠળ એરટેલનાં એક ખાસ નંબર પર મિસ કોલ આપવાનો રહેશે. જેથી તમને ફ્રી ડેટા મળશે. 3જી ગ્રાહકોને પણ આ સેવાનો લાભ મળશે. આ ઓફર દ્વારા કંપની પોતાનાં 3જી ગ્રાહકોને જીમાં બદલવા માટેનાં પ્રયાસો કરી રહી છે.

જો કે આ 1 જીબી ઇન્ટરનેટની અવધી અંગે અવઢવ છે. 52122 નંબર પર મિસકોલ કરવાનો રહેશે. કોલ ડિસકનેક્ટ થતાની સાથે જ તમને તુરંત જ તમને 1જીબી ફ્રી ઇન્ટરનેટ પેક મળી જશે. ઉપરાંત *121*2# ડાયલ કરીને તમે તમારા ડેટા બેલેન્સ પણ ચેક કરી શકો છો. જો કે આ ઓફર માત્ર તે લોકો માટે જ રહેશે જેઓએ હજી સુધી 4જી ઇન્ટરનેટ ક્યારે પણ વાપર્યું નથી.

You might also like