બોંબની અફવા પગલે એર ફ્રાંસના વિમાનનું કેન્યામાં ઇમરજન્સી લેન્ડિંગ

મોરેશિયસથી પેરિસ જઇ રહેલા એર ફ્રાંસના વિમાનમાં બોંબ હોવાની આશંકાના પગલે કેન્યામાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેન્યા પોલીસના જણાવ્યા અનુસાર એર ફ્રાંસના એએફ 463 વિમાન મોરેશિયસથી સ્થાનિક સમય અનુસાર રાત્રે નવ વાગે ઉપડીને પેરિસના ચાર્લ્સ દે ગોલ હવાઇ મથક પર સવારે 5-50 મિનિટે પહોંચવાનું હતું. વિમાનમાં 459 મુસાફરો અને 14 વિમાન કર્મચારીઓ હતા. પોલીસ પ્રવક્તા અનુસાર વિમાનના શૌચાલય પાસે સંદિગ્ધ યંત્ર હોવાની જાણ થતાં વિમાનનું મોમબાસાના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ત્યારબાદ વિમાનમાંથી બધા યાત્રીઓને સુરક્ષિત સ્થાન પર ઉતારવામાં આવ્યા તેમજ તે યંત્રને બહાર લાવી એક્સપોર્ટ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.

You might also like