ભારતીય પ્રોફેશનલ બોક્સર વિજેંદરસિંહની સતત ત્રીજી જીત

ભારતીય પ્રોફેશનલ બોક્સર વિજેંદર સિંહે અનુભવી બોક્સર સામેટ હ્યુસીનોવને આસાનાથી પરાજય આપીને સતત ત્રીજી જીત મેળવી છે. ભારતીય પ્રોફેશનલ બોકસર વિજેંદર સિંહે હ્યુસીનોવને બે રાઉન્ડથી પણ ઓછા સમયમાં હરાવી દીધો.  મેચ અગાઉ વિજેંદરને કારમો પરાજય આપવાનો દાવો કરનાર હ્યુસીનોવ મેચ દરમિયાન વિજેંદર સામે ટકી શક્યો નહોતો. વિજેંદરે પહેલા રાઉન્ડથી જ મેચ પર પોતાની પકડ મજબુત બનાવી દીધી હતી. વિજેંદરે પહેલા રાઉન્ડથી જ હ્યુસીનોવ પર મુક્કાઓનું આક્રમણ કરતાં તે બીજો રાઉન્ડ આવતા સુધીમાં અસહનીય બની ગયો હતો અને ભારતીય સ્ટારે આ મેચ જીતી લીધી હતી. આમ, વિજેંદરની આ સતત ત્રીજી જીત હતી. આ અગાઉ તેણે ઓક્ટોબરમાં વિજેંદરે પોતાની પ્રથમ પ્રોફેશનલ મેચમાં સોની વ્હાઇટનિંગને ત્રણ રાઉન્ડમાં જ્યારે નવેમ્બરમાં ડીન જિલેનને એક રાઉન્ડમાં પરાજય આપ્યો હતો.

You might also like