સોનીપત બ્લાસ્ટ મામલોઃ આતંકી અબ્દુલ કરીમ ટુંડાને ઉમ્રકેદ

હરિયાણાનાં સોનીપતમાં વર્ષ 1996માં થયેલ બે બોમ્બ બ્લાસ્ટમાં 21 વર્ષ બાદ આતંકી અબ્દુલ કરીમ ટુંડાને કોર્ટે ઉમ્રકેદની સજા સંભળાવી છે. આ સાથે જ એક લાખ રૂપિયાનો દંડ પણ થયો છે. કરીમ ટુંડાને સોનીપત કોર્ટે સોમવારે દોષી જાહેર કરી દીધેલ છે. જિલ્લા/સત્ર ન્યાયાધીશ ડૉ. સુશીલ ગર્ગે એમને સજા સંભળાવી છે. દિલ્હી પોલીસે ટુંડાની વર્ષ 2013માં નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરી હતી.

આ પહેલાં સપ્ટેમ્બરમાં થયેલ સુનાવણી દરમ્યાન ટુંડાએ કોર્ટમાં જણાવ્યું હતું કે તે પોતે બોમ્બ બ્લાસ્ટ સમયે પાકિસ્તાનમાં હતો. 28 ડિસેમ્બર 1996ની સાંજે પ્રથમ બ્લાસ્ટ બસ સ્ટેન્ડની પાસે સ્થિત તરાના સિનેમામાં થયો હતો. આની 10 મિનીટ બાદ તુરંત જ બીજો બ્લાસ્ટ ગીતા ભવન ચોક સ્થિત ગુલશન મિષ્ઠાન ભંડાર પાસે થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં લગભગ એક ડઝન લોકો ઘાયલ થયાં હતાં.

You might also like