રેલનીર કૌભાંડથી રેલવેને ૧૯.૫ કરોડનું નુકસાન

નવી દિલ્હી: સીબીઆઇએ દેશને હચમચાવી મુકનાર રેલવે નીર કૌભાંડના સંબંધમાં આજે રેલવેના બે પૂર્વ ચીફ કોર્મશિયલ મેનેજર્સ, એક બિઝનેસમેન અને અન્ય આઠ કંપની સામે ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઇએ તેમની સામે સકંજો હવે મજબૂત કરવામાં આવ્યો છે. રેલવે નીરના બદલે સસ્તા પ્રમાણમાં પેકેજ પાણી વેચીને રેલવેને ૧૯.૫ કરોડનુ નુકસાન કરવા બદલ તેમની સામે સકંજો મજબૂત કરવામાં આવ્યો છે.

સીબીઆઇના પ્રવકતા દેવપ્રીતસિંહે કહ્યું છે કે ફોજદારી કાવતા, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અટકાયત ધારાની અલગ જોગવાઇ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પટિયાળા હાઉસ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સૂત્રોએ કહ્યુ છે કે તપાસ સંસ્થાએ આ કેસમાં તપાસને આગળ વધારી છે. હાલમાં જે આંકડાનો અંદાજ મુકવામાં આવ્યો છે તે માત્ર નોર્ધન રેલવેનો છે. જેથી નુકસાનનો આંકડો વધારે હોઇ શકે છે. સીબીઆઇ હવે તેની તપાસને ૧૬ અન્ય ઝોનમાં પણ વધારે તેવી શકયતા છે. ચાર્જશીટમાં જે લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં તત્કાલીન સીસીએમ (કેટેરિંગ) એમએસ ચાલિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ અધિકારીઓ સામે કેસ મજબૂત કરવામાં આવ્યો છે. અન્ય કંપનીઓની સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ ફરજિયાત રેલવે નીરના બદલે સસ્તા અને ઓછી ગુણવત્ત્।ાના પેકેજવાળા પાણીની તરફેણ કરી હતી.

રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં રેલવે નીરની વાત કરવામાં આવી હતી પરંતુ તેની જગ્યાએ અન્ય પાણીની બોટલો અપાઇ હતી. થોડાક સમય પહેલા સીબીઆઇએ તપાસના ભાગરૃપે દિલ્હી અને નોઇડા સહિતના અનેક ભાગોમાં વ્યાપક દરોડા પાડયા હતા. જે દરિયાન ૨૮.૫ કરોડની રોકડ રકમ મળી આવી હતી. આરોપીના સ્થળથી મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પ્રવકતાએ કહ્યુ છે ક લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં આવ્યા હતા. જંગી નાણાં ખોટી રીતે ભેગા કરાયા હતા.

You might also like