મહમદ પયંગબરની વિરુદ્ધ ટીપ્પણી બદલ ડભોઇ બંધ

ડભોઈ : શહેર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મહમદ પયગંબર સાહેબ વિરૂધ્ધ અભદ્ર ભાષાથી અપમાન જનક ટીપ્પણી કરનાર હિંદુ મહાસભાના અધ્યક્ષ કમલેશ તિવારી દ્વારા કરાતા તેના વિરોધમાં ડભોઈમાં મૌન રેલી કાઢી આવેદનપત્ર આપવાની પરવાનગી દ્વારા ડભોઈ પોલીસ દ્વારા નહીં અપાતા તેના વિરોધમાં ડભોઈ શહેરના મુસ્લિમોએ જડબેસલાખ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

હિંદુ મહાસભાના યુપીના અધ્યક્ષ કમલેશ તિવારી દ્વારા કરાયેલ ધૃણાસ્પદ વિવાદીત ટીપ્પણીથી સમગ્ર મુસ્લિમ કોમની લાગણી દુભાઈ છે. જેથી મહમદ પયગંબર સાહેબના વિરૂધ્ધ ટીપ્પણી કરનાર સામે પગલાં લેવા ડભોઈમાં મૌન રેલીનું આયોજન કરવા માટે પોલીસ પાસેથી પરવાનગી નહીં મળતા ડભોઈના મુસ્લિમોએ શનિવારે આજે દુકાનો, લારી ગલ્લા કારખાના સહિત જડબેસલાખ રીતે બંધ પાળી વિરોધ નોધાવ્યો હતો. નગરના વિસ્તારોમાં ટાવર, છીપવાડ, શાકમાર્કેટ, કડીયાવાડ વોરવાહ મહુડી ભાગોળ, સ્ટેશન વિસ્તારમાં મુસ્લિમ વિસ્તારો બંધ રહયા હતા.

You might also like