બોલિવૂડમાં સ્થાન મેળવવા લાંબી સ્ટ્રગલ કરવી પડીઃ ઝરીન

ઝરીન ખાને સલમાન ખાનની અાંગળી પકડીને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ ત્યારે અભિનેત્રીના રૂપમાં તેની ખૂબ જ ટીકાઓ થઈ હતી. ઘણા લાંબા સમય બાદ તે ‘હેટસ્ટોરી-૩’ના માધ્યમથી ફરી એક વાર બોલિવૂડમાં અાવી.

‘હેટસ્ટોરી ૩’’માં તેના લુકની પ્રશંસા પણ થઈ. તે કહે છે કે મારે અા લુક મેળવવા તેમજ અા જગ્યા મેળવવા લાંબા સમય સુધી સ્ટ્રગલ કરવી પડી. સલમાન સાથે ‘રેડી’ ફિલ્મમાં ઝરીનનું અાઈટમ સોન્ગ ‘કેરેક્ટર ઢીલા’ ખૂબ ‌હિટ થયું હતું. ત્યાર બાદ ‘હાઉસફૂલ-૨’માં પણ ઝરીન ખાન ચર્ચામાં અાવી હતી. તે કહે છે કે હવે હું ખૂબ ખુશ છું, હું જ્યાં જાઉં છું ત્યાં લોકો મને ઓળખે છે. મારા અલગ ફેન્સ છે અને લોકો મને અલગ ઓળખ સાથે જાણવા લાગ્યા છે.

ઈન્ડસ્ટ્રીમાં ઝરીનની કરિયર ખૂબ જ ધીમે ધીમે અાગળ વધી રહી છે. જો એમ થઈ રહ્યું હોય તો તેનું કારણ તે પોતે જ છે એમ જણાવતાં તે કહે છે કે મેં અહીં અાવીને મારી એક સીમા બનાવી દીધી છે. મેં બનાવેલી કેટલીક લિમિટ્સને હું ક્યારેય ક્રોસ નહીં કરું. કદાચ એ જ કારણે મારું કરિયર સુસ્ત રહ્યું. હું કોઈ પણ ફિલ્મમાં લિપ ટુ લિપ કિસ સીન કે, બિ‌કિની માત્ર એટલા માટે નહીં પહેરું કે ડિરેક્ટરને લાગતું હોય કે અાવું કરવું સ્ટોરી અને પાત્રનો ભાગ છે. હું ત્યારે જ એ પાત્ર ભજવીશ જ્યારે મને લાગે કે તેની ખરેખર ડિમાન્ડ છે.

You might also like