વિદ્યાર્થીઓને આસારામ ચાલીસાના પાઠ ભણાવતો શિક્ષક સસ્પેન્ડ

બાડમેર: બાડમેર જિલ્લાની એક સ્કૂલમાં શિક્ષક પ્રાર્થના દરમિયાન બાળકોને આસારામ ચાલીસાના પાઠ કરવાની ફરજ પાડીને પ્રાર્થનામાં આસારામની તસવીર રાખીને બાળકો પાસે તેમની બળજબરીપૂર્વક પૂજા કરાવતો હોવાની ફરિયાદ મળતાં રાજસ્થાનના શિક્ષણ સચિવ (પ્રાથમિક) કુંજીલાલ મીણા સ્તબ્ધ થઇ ગયા હતા.

તેમણે આ ફરિયાદ મળતાં સીણધરી બ્લોકની રાજકીય પ્રાથમિક શાળા ધોલાડેરના શિક્ષક મગારામ ઘાટને સસ્પેન્ડ કર્યા છે. ગ્રામજનોએ એવી ફરિયાદ કરી હતી કે આ શિક્ષક બાળકોને બળાત્કારના આરોપી આસારામનાં ભજન- કીર્તન અને પૂજા-અર્ચન કરવા માટે ફરજ પાડતો હતો.

ફરિયાદ પર મામલતદારે તપાસ કરાવી હતી, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી. ત્યાર બાદ ગ્રામજનો બાડમેર પહોંચ્યા હતા અને તેઓ મીણાને મળ્યા હતા. મીણાએ આ ઘટનાની ગંભીર નોંધ લઇને તાત્કાલિક આ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધાે હતો.

You might also like