સિરિયાના પ્રમુખ અસદ તાત્કાલિક રાજીનામું આપી દેઃ બરાક ઓબામા

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ સિરિયાને લઈને એક મોટું નિવેદન જારી કર્યું છે. ઓબામાએ જણાવ્યું છે કે સિરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ અને આંતર વિઘ્નને રોકવા માટે સિરિયાના રાષ્ટ્ર પ્રમુખ બશર અલ અસદે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

ઓબામાએ જણાવ્યું છે કે સિરિયામાં એવી સરકારની જરૂર છે જે દેશના વિકાસ માટે યોજનાબદ્ધ માટે યોજનાઓ બનાવી શકે, પરંતુ વર્તમાન અસદ સરકાર આવું કરવામાં નિષ્ફળ રહી છે. ઓબામાએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા આગામી સમયમાં સિરિયાની અંદર એવો કાયદો સ્થાપવા માગે છે કે જેથી આતંકી સંગઠન માટે કોઈ સ્થાન કે અવકાશ રહે નહીં.

પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમનું અને વહીવટી નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી અસદ સિરિયામાં રાષ્ટ્રપ્રમુખ બની રહેશે. ત્યાં સુધી સિરિયામાં શાંતિ સ્થાપી શકાય નહીં.

ઓબામાએ એવું પણ જણાવ્યું છે કે સિરિયામાં આતંકી સંગઠન આઈએસઆઈએસના અડ્ડાઓ અને તેમના ટ્રેનિંગ કેમ્પ પર કાર્યવાહી કરવાની જરૂર છે. અમેરિકાના પ્રમુખે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે કેટલાક સમયથી પશ્ચિમી દેશોના કેટલાક લોકો આઈએસઆઈએસથી પ્રભાવિત થઈને સિરિયા અને ઈરાક જઈને પરત આવ્યા છે અને હવે તેઓ સોશિયલ મીડિયા પર આઈએસઆઈએસનો પ્રચાર કરી રહ્યા છે.

સિરિયામાં શાંતિનો પ્રસ્તાવમાં યુએનમાં મંજૂર
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિમાં સિરિયામાં શાંતિ સ્થાપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે. જોકે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આતંકી સંગઠન આઈએસઆઈએસ પર જારી હવાઈ હુમલા બંધ થશે નહીં અને આઈએસઆઈએસનો ખાતમો કરવો જ પડશે.

આ ઠરાવ પસાર થવાને પગલે હવે જાન્યુઆરીથી જ સિરિયન સરકાર અને વિદ્રોહી જૂથો વચ્ચે શાંતિ સ્થાપવા માટે યુદ્ધ વિરામની વાતચીત શરૂ થશે. આ પ્રસ્તાવની વિરુદ્ધ એક પણ મત પડ્યો નથી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી બાનકી મુને ખૂન ખરાબા રોકવાની અપીલ કરી છે.

You might also like