1974: વેસ્ટ જર્મનીએ બીજી વાર ખિતાબ જીત્યો

એ ઇતિહાસનો ૧૦મો વિશ્વકપ હતો કે જે વેસ્ટ જર્મનીએ આયોજિત કર્યો હતો. ૧૩ જૂનથી ૭ જુલાઈ દરમિયાન યોજાયેલા એ વિશ્વકપનો ખિતાબ યજમાન વેસ્ટ જર્મનીએ નેધરલેન્ડ્સને ૨-૧થી હરાવીને જીતી લીધો હતો. એ વેસ્ટ જર્મનીનો બીજો વિશ્વકપ ખિતાબ હતો. એ વિશ્વકપ ઘણી બધી રીતે ખાસ બની રહ્યો, ઘણી નવી ટીમોએ વિશ્વકપમાં પ્રથમ વાર ભાગ લીધો હતો.

ટ્રોફી બ્રાઝિલની થઈ ગઈઃ બ્રાઝિલે ૧૯૭૦માં ત્રીજી વાર ખિતાબ જીત્યો હતો. તેને જૂલ્સ રિમેટ ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. ત્યાર બાદ એ ટ્રોફી હંમેશ માટે તેની થઈ ગઈ. એ સ્થિતિમાં વેસ્ટ જર્મનીને ખિતાબ જીતવા બદલ સિલ્વિયો ગજ્જાનિગા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ઘણા દેશોને ઝટકો લાગ્યોઃ એ વિશ્વકપના ક્વોલિફાઇંગમાં ઘણા દેશ ક્વોલિફાય કરવાથી ચૂકી ગયા હતા. આવા દેશોમાં વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, ફ્રાંસ, મેક્સિકો, સ્પેન, પોર્ટુગલ, બેલ્જિયમ, હંગેરી અને રોમાનિયા જેવા દેશો સામેલ હતા. ૧૯૩૮ બાદથી નેધરલેન્ડ્સ અને પોલેન્ડ પહેલી વાર વિશ્વકપ માટે ક્વોલિફાય કરી શક્યા નહીં. ૧૯૭૦નો વિશ્વકપ ચૂકી જનારી આર્જેન્ટિના અને ચિલીની ટીમ ૧૯૭૪ના વિશ્વકપમાં રમી હતી.

આ દેશ પ્રથમ વાર રમ્યાઃ એ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા, ઈસ્ટ જર્મની, જૈર, હૈતી જેવા દેશોને પહેલી વાર વિશ્વકપમાં રમવાની તક મળી. ૧૯૯૦માં જર્મની બન્યા પહેલાં પહેલી અને અંતિમ વાર ઈસ્ટ અને વેસ્ટ જર્મનીની ટીમ એકસાથે વિશ્વકપમાં રમી હતી.

ગેર્ડ મૂલરે કમાલ કરીઃ ફાઇનલ મેચ વેસ્ટ જર્મની અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઈ હતી. વેસ્ટ જર્મનીએ ફાઇનલ મુકાબલો ૨-૧થી જીતી લીધો હતો. એ મુકાબલામાં ગેર્ડ મૂલરે ૪૩મી મિનિટે ગોલ કર્યો હતો, જે નિર્ણાયક સાબિત થયો હતો અને તે ૧૯૭૪ના વિશ્વકપનો હીરો બની ગયો હતો.

You might also like