દિલ્હી ગેંગરેપ:જુવેનાઇલને ૨૦મીએ છોડી મુકવા તૈયારી

નવી દિલ્હી : દિલ્હીમાં સનસનાટીપૂર્ણ ગેંગરેપ કેસમાં મુખ્ય અપરાધી પૈકી એક અને જુએનાઈલ અથવા તો કિશોર તરીકે રહેલો આરોપીને રવિવારના દિવસે મુક્ત કરી દેવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. કારણ કે દિલ્હી હાઈકોર્ટે તેની મુક્તિ ઉપર સ્ટે મુકવાનો આજે ઇન્કાર કરી દીધો હતો. આની સાથે જ નિર્ભયાના માતા-પિતાને મોટો ફટકો પડ્યો છે. તેના માતા-પિતા પહેલાથી જ કહેતા આવ્યા છે કે ન્યાય મળવાની આશા દેખાઈ રહી નથી. કોર્ટે આ જુવેનાઇલ અથવા તો કિશોરની મુક્તિમાં દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

ભાજપના સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. સ્વામી ઉપરાંત કેન્દ્ર સરકારે પણ ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના ગેંગરેપ કેસમાં જુવેનાઇલ અપરાધીના ઓર્બ્ઝર્વેશન હોમના ગાળાને લંબાવી દેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, કેટલાક પાસાઓમાં દેખાઈ રહ્યા નથી. સ્વામીએ અગાઉની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ જી રોહિણી, જસ્ટિસ જયંતનાથની બનેલી બેંચ સમક્ષ કહ્યું હતું કે, જુવેનાઇલના અપરાધીનો ગાળો પુરો થયો છે પરંતુ કોર્ટ આમા દરમિયનગીરી કરી શકે છે.

રવિવારના દિવસે આ જુવેનાઇલ ત્રણ વર્ષની અવધિ પુરી કરી રહ્યો છે. સ્વામીની અરજીમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની પ્રશંસા કરતા કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે અને આ મામલામાં આગામી સુનાવણી ૨૮મી માર્ચે નક્કી કરી છે. નિર્ભયાના માતા-પિતાની માંગણી રહી છે કે, તેને કોઇ કિંમતે છોડી મુકવામાં ન આવે. કારણ કે તે અન્ય લોકોની પુત્રીઓ સામે પણ ખતરો બની શકે છે. દરમિયાન દિલ્હી મહિલા પંચે કહ્યું છે કે તે દિલ્હી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિને આ સંદર્ભમાં અપીલ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે ભારતની સૌથી કમકમાટીભરી ઘટના ઘટી હતી. એ દિવસે દિલ્હીમાં ચાલતી બસમાં ૨૩ વર્ષીય પેરામેડિકલની વિદ્યાર્થીની ઉપર અમાનવિય રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. છ શખ્સો દ્વારા તેના ઉપર બળાત્કાર ગુજારાયો હતો. જેમાં આ જુએનાઈલ પણ સામેલ હતો.

મોડેથી આ પેરામેડિકલ વિદ્યાર્થીનીનું સિંગાપુરની હોસ્પિટલમાં મોત થઈ ગયું હતું. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૩ના દિવસે જુએનાઈલ જસ્ટીસ બોર્ડે તેને અપરાધી જાહેર કર્યો હતો તે સુધાર ગૃહમાં ત્રણ વર્ષ મહત્તમ રહી શકતો હતો. કારણકે, ગુનાના વખતે તેમની વય ૧૮ વર્ષની હતી. હવે તે ૨૦ વર્ષનો થવા જઈ રહ્યો છે ત્યારે તેને છોડી મુકવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

You might also like