બિકિની પહેરી 70ના દાયકામાં આમણે લગાવી હતી પડદા પર આગ

આજકાલ બિકિની પહેરીને પડદા પર આવતી અભિનેત્રી હેડલાઇન બની જાય છે. પરંતુ બિકિની પહેરવાનું ચલણ બી ટાઉનમાં આજકાલનું નથી. જ્યારે કિસિંગ સીન પર પણ બબાલ થતી હતી. તે વખતે પણ અભિનેત્રીઓ બિકિની પહેરીને પડદા પર આવવાની હિંમત કરી હતી. હા આ વાત છે 60 અને 70ના દશકની જ્યારે બોલીવુડમાં ટૂંકા કપડાં પહેરવાનું ચલણ ખૂબ જ ઓછું હતું. તે સમયે ઘણી એક્ટ્રેસ એવી હતી કે જેમણે બિકિની પહેરીને પોતાના હુસ્નના જલ્વા બતાવ્યા હતા.

નૂતનઃ ભારતીય સંસ્કૃતિને પડદા પર ઉતારનારી નૂતને 60ના દશકમાં ઘણી બોલ્ડ ફિલ્મો કરી હતી. નૂતન જ્યારે પર્દા પર બિકિની પહેરીને આવી ત્યારે લોકો તેના આ અવતારને જોઇને ચોકી ગયા હતા.

ડિમ્પલ કાપડિયાઃ બોલિવુડમાં ફિલ્મ બોબીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર ડિમ્પલ કપાડિયાને ખૂબ જ ગ્લેમર માનવામાં આવતી હતી. ડિમ્પલે પોતાની પહેલી જ ફિલ્મમાં રિષી કપૂર સાથે ઘણા બોલ્ડ સીન આપ્યા હતા.

હેલનઃ સલમાન ખાનની સ્ટેપ મધર હેલન પણ બોલિવુડની હોટ અભિનેત્રીઓમાંની એક છે. તેઓ બી ટાઉનના પહેલા આઇટમ ગર્લ હતા. જેમણે બિકિનીમાં ઘણા હોટ સીન આપ્યા છે.

મંદાકિનીઃ રાજકપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મેલીમાં કપડાં વગર કેમેરા સામે આવનાર મંદાકીએ બોલિવુડમાં કદાચ પહેલી વખત આટલો બોલ્ડ સીન આપ્યો હતો. કોઇ પણ શરમ વગર તેણે પોતાના વસ્ત્રો ઉતાર્યા હતા.

શર્મિલા ટાગોરઃ 70ના દશકમાં સાડી પહેરીને દર્શકોની સામે આવનારી શર્મિલા પણ બિકિનીમાં બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

તનુજાઃ અન્ય એક અભિનેત્રી તનુજાનો પણ બોલ્ડ અવતાર 70ના દશકમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. તનુજાએ પણ બિકિની પહેરીને કેમેરા સામે બોલ્ડ સીન આપ્યા છે.

દેવિકા રાનીઃ દેવીકા રાની બોલીવુડની સૌથી બોલ્ડ અભિનેત્રી છે. વર્ષ 1933માં દેવિકા સૌ પ્રથમ કિસિંગ સીન આપ્યા હતા. જે લગભગ ચાર મિનિટ સુધી ચાલ્યા હતા.

 

You might also like