ચહેરા પરના થાકને કરો ગુડબાય

હવે સમય છે તહેવારો અને પ્રસંગોની દોડધામમાંથી બહાર અાવવાનો. સતત થાક, અોછી ઊંઘ અને મેકઅપને કારણે નિસ્તેજ બનેલી ત્વચાને ફરી ચમક અાપવા અને ફ્રેશ લૂક મેળવવા માટે કેટલીક ટિપ્સ..

વિવિધ તહેવારો અને પ્રસંગોને ઉકેલ્યા બાદ ચહેરા અને શરીર પર ડોકાતા થાકને દૂર કરી ત્વચાને ચમકદાર બનાવવાનો હવે સમય છે. કાયા લિમિટેડના મેડિકલ અને અારઅેન્ડડીનાં વાઈસ પ્રેસિડેન્ટ અને વડાં તથા હાઉ ટુ લૂક લાઈક અ મિલિયન બક્સનાં લેખિકા ડો. સંગીતા વેલાસ્કર અા અંગે અગત્યની ટિપ્સ અાપતાં જણાવે છે કે, તહેવારો અને પ્રસંગોમાં સતત દોડધામ અને મેકઅપને કારણે ખીલ, પિગમેન્ટેશન અને ત્વચા સંબંધિત અન્ય મુશ્કેલીનું જાેખમ વધી જાય છે. શિયાળાની શરૂઅાત હોવાથી મેકઅપ પ્રોડક્ટસનો તહેવારો બાદના સમયમાં મર્યાદિત ઉપયોગ કરો.

તહેવારો બાદ ત્વચાની કાળજી
સીટીઅેમ ક્લિન્ઝિંગ, ટોનિંગ અને મોઇરાઈઝિંગ કરાવો.
મૃત ત્વચાને દૂર કરવા ચહેરાને સકર્યુલર રીતે મસાજ અાપો, જેથી લોહીનું પરિભ્રમણ વધે અને ત્વચાની ચમક વધે.
શિયાળામાં પણ દરરોજ સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો.
ત્વચાને ફરીથી તાજી અને હાઈડ્રેટ કરવા તેને મોઇરાઈઝડ કરો અને ઠંડીથી ફાટી ગયેલા હોઠને સ્મૂધ કરવા હોઠ પર હળવું સ્ક્રબ કરો.
વિટામિન સી સાથેનું નાઈટક્રીમ લગાવો જે તમારા ચહેરાના નવા કોષોને તાજા કરવામાં મદદરૂપ થશે. ત્વચા થોડી ટાઈટ થશે અને ત્વચાના કોલાજનમાં પણ વધારો થશે.

તનાવમુક્ત થવા અાટલું કરો
ચહેરાનો થાક દૂર કરવા અેક સારું ફેશિયલ કરાવો.
વાળની ચમક માટે હેર સ્પા માણો. જેનાથી ખોવાયેલું મોઈશ્ચર પાછું મળશે.
શેમ્પૂ કરવાના થોડા સમય પહેલાં જ વાળમાં હૂંફાળા તેલથી મસાજ કરો, જેથી વાળને પોષણ મળશે.
માઈલ્ડ શેમ્પૂ- કંડિશનરનો વપરાશ કરો.
ફ્રીઝી વાળ માટે અડધા કલાક સુધી કંડિશનર વાળમાં રાખો અને બાદમાં નવશેકા ગરમ પાણીથી વાળ ધોઈ નાખો.
અંતે હળવો અને સુપાચ્ય અાહાર લો. જેથી તહેવારો પર લીધેલા અત્યંત ભારે ખોરાકના દબાણમાંથી શરીર મુક્ત થાય. અા માટે અાહારમાં પણ અેન્ટઅોક્સડેન્ટ ભરપૂર માત્રામાં હોય તેવાં ફળો અને શાકભાજીને સ્થાન અાપો.

You might also like