ગુણોથી ભરપૂર આમળા

શિયાળો અાવે અને બજારમાં શાકમાર્કેટમાં લારીઅો અાંબળાંથી ભરેલી દેખાવા લાગે. અા સિઝનમાં અાંબળાં બહુ અાવે છે અને ખવાય પણ બહુ છે. અઢળક લાભ અાપતા અા અાંબળાંમાંથી અલગ-અલગ વેરાઈટી બને છે.

અાંબળાંનો રસ પણ અેટલો જ પીવાય છે તો તેનું ચ્યવનપ્રાશ, મુરબ્બો, અાથેલાં અાંબળાં વગેરે પણ અલગ-અલગ રીતે ખવાય છે. અાંબળાં હળદળ અને મીઠામાં અાથીને ખાવાની પ્રથા અાપણે ત્યાં જૂની અને જાણીતી છે. અા સિઝનમાં કફનું પ્રમાણ વધતું હોવાથી અેને ઘટાડવા માટે મીઠું અને હળદર નાખીને અાંબળાં ખાવાની વર્ષો જૂની પરંપરા છે. જાેકે અે વધુ પડતા પાકીને નરમ થવા ન જાેઈઅે. અે અારોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.

અા અે અાૈષધિ છે જે વૃદ્વાવસ્થાને અાવતી રોકે છે અેને રસાયણ અાૈષધિ કહે છે. અાવી અાૈષધિઅોમાં અાંબળાંનું સ્થાન ટોચ પર છે. સાૈથી પહેલાં અાંબળાંનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ ચરકસંહિતામાં થયો હતો અને અે પછી તો અનેક ઋષિમુનિઅો અને યોગીઅોઅે અાંબળાંના પ્રયોગોથી કાયાકલ્પ કર્યો છે.

અા સિઝનમાં બને ત્યાં સુધી ફ્રેશ અને લીલાં અાંબળાંનું સેવન કરવું જાેઈઅે. અાપણા દેશમાં અાંબળાં બધે જ ઉપલબ્ધ થાય છે. જંગલોમાં તો અાંબળાંનાં ઝાડ કુદરતી રીતે ઊગે છે. અાંબળાંને સંસ્કૃતમાં અામલકી, ધાત્રીફલ, અમૃતફલ પણ કહેવાય છે. અત્યારે અાંબળાંની સિઝન ચાલી રહી છે ત્યારે બને અેટલાં વધુ લીલાં અાંબળાં ખાઈને અેના રસાયણ ગુણનો ફાયદો મેળવી લેવો જાેઈઅે. અે માટે રોજ સવારે ઊઠીને નરણા કોઠે અાંબળાંનો રસ લેવાનું સાૈથી ઉત્ત્મ છે.

કેટલાંક લોકો અાથેલાં અાંબળાં ખાય છે. અાંબળાંને કાપા પાડીને મીઠા અને હળદરના પાણીમાં બોળીને અાથી નાખવામાં અાવે છે, અેને કારણે ફળ પોચું પડી જાય છે અને સરળતાથી ખાઈ શકાય છે. ડાયટિશિયન અેન્ડ ન્યુટ્રિશનિસ્ટ નેઇવીલ મહાદેવિયા કહે છે કે, અાંબળાંનો તાજાે રસ કાઢીને પીવો ઉત્ત્મ છે. શક્ય હોય તેટલો અા સિઝનમાં અાંબળાંનો રસ પી લેવો અને વિટામિન સી ભેગું કરી લેવું. તેમાં શિયાળામાં અાવતી લીલી હળદળ પણ ઉમેરો અને અાદુનો રસ પણ ઉમેરી શકાય. અાંબળાંની સાથે પાલકનો જ્યૂસ પણ અેડ કરી શકાય.

વ્યક્તિની પ્રકૃતિ જાણીને તે પ્રમાણે જાે કોઈ પણ વસ્તુનું સેવન કરવામાં અાવે તો તે લાભદાયક રહે છે. ઘણી વાર પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઅોને અાંબળાંથી ડાયેરિયા થઈ જાય તેવું બને છે. તમને અાંબળાંનો રસ સદે છે કે નહીં, અે જાણવા માટે શરૂઅાત હંમેશાં અોછી માત્રાથી કરવી. સવારે બ્રશ કરીને તરત અેક ચમચી અાંબળાંના રસથી શરૂઅાત કરવી. રોજ અેક-અેક ચમચી વધારતા જવી અને વધુમાં વધુ ૨૫થી ૩૦ મિલીલિટર જેટલો અાંબળાંનો રસ લેવો. અાંબળાં અાથીને ખાવાથી અાંબળાંના પૂર્ણત: ગુણો મળી નથી શકતા. અાથેલાં અાંબળાં તેના રસની તોલે અાવતા નથી, પરંતુ રોજ રસ કાઢવાની માથાકૂટમાં ન પડવું હોય તો અા અાઈડિયા પણ સારો છે. અેમાં નાખવામાં અાવેલું મીઠું કફને ખોતરીને બહાર કાઢે છે. હળદરના ગુણ પણ અનેક છે. અૅન્ટિબૅક્ટેરિયલ, અૅન્ટિવાઈરલ, અૅન્ટિફંગલ-અૅન્ટિઈન્ફલેમેટરી ગુણો ધરાવતી હળદર પણ અાંબળાં સાથે ફાયદો કરે છે.

ક્યારેક અાથાવાળી ખાટી ચીજાે શિયાળામાં ખાવાને કારણે સાંધામાં દુખાવો હોય તો વધે છે. અતિશય ઠંડી પડતી હોય ત્યારે અાંબળાં ખાવા ખૂબ સારા. તે પાચન માટે જરૂરી પિત્ત પેદા કરે છે. અાંબળાં અાથવા માટે મીઠાના બદલે સિંધવનો ઉપયોગ કરો. સાવ ખાલી પેટે અાથેલાં અાંબળાં ન ખાવાં. જમ્યા પછી અથવા તો જમવાના અડધો કલાક પહેલાં અે ખાવાં.

પિત્તપ્રકૃતિની વ્યક્તિને જાે અાંબળાંથી ડાયેરિયા થઈ જતો હોય તો તેમણે સાકરની ચાસણીમાં બોળીને સૂકવેલાં ગળ્યાં અાંબળાં કે મુરબ્બાનું સેવન કરી શકાય. રોજ અેક ચમચી મુરબ્બો લેવાથી પિત્તવાળી વ્યક્તને અાંબળાંના ફાયદા મળી શકે છે.

You might also like