બીઆરટીએસના રૂટ અને કોરિડોરનો રિવ્યુ કરાશે

અમદાવાદ: શહેરના આસ્ટોડિયા રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં બીઆરટીએસ સર્વિસ અમદાવાદીઓને સગવડરૂપ બનવાને બદલે નડતરરૂપ બની છે. શહેરના નવા મેયર ગૌતમ શાહની નજરમાં લોકોની આ સમસ્યા આપતા તેમણે મ્યુનિ. સત્તાવાળાઓને તમામ કાર્યથી બીઆરટીએસ રૂટ અને તેના કોરિડોરનો રિવ્યુ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા અડચણરૂપ દબાણો હટાવવાનો પણ તેમણે તંત્રને તાકીદ કરી છે.

ગકાલે સાંજે ખમાસા દાણાપીઠના મ્યુનિ. મુખ્યાલય ખાતે મેયર ગૌતમ શાહના અધ્યક્ષસ્થાને પહેલી ચૂંટાયેલી અને વહીવટ પાંખની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં મેયર ગૌતમ શાહે મ્યુનિ. કમિશનર ડી.થારા સહિતના ઉચ્ચ અધિકારીઓને નાગરિકોની કોર્પોરેશન પ્રતયેની અપેક્ષાઓ સતત વધી રહી હોઈ કામગીરીને વધુ અપગ્રેડ કરવાની બાબત પર ભાર મૂકેલ હતો.

મેયર ગૌતમ શાહે તમામ ઝોનમાં રોડ રસ્તા તેમ જ મુખ્ય રાજમાર્ગો પર બાજુમાં પડેલા કચરા તેમજ રોડ માટી અને પુરણીને તાદીકે ઉપાડી લેવી, વરસાદી પાણીના નિકાલ, ડફેટ લાઈન, પાણીની લાઈનો, જનમાર્ગના ખોદકામ તેમજ નવા બનેલા રોડ અંગે તત્કાળ માટી પુરાણ કરવું, રોડ રિસરફેસિંગનાં કામોને પ્રાથમિકતા આપવી, બિલ સહિતના પ્રોજેક્ટના કામો ‘ગોકળગાય’ ગતિએ ચાલતા હોઈ તેને સમયમર્યાદામાં પૂરાં કરવાં, સર્વિસ રોડ કે ડાયવર્ઝન આપેલા રસ્તાઓને વ્યવસ્થિત કરવા, તમામ લાઈટો ચાલુ હાલમાં રહે તેની ખાસ તકેદારી રાખીને સમયાંતરે તેની તપાસ કરવી, રોડ પરની સ્ટ્રીટલાઈટ પાસેના ઝાડની સમયાંતરે તપાસ કરવી. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટના કામોને પ્રાથમિકતા આપી પૂરા કરવાની પણ કડક શબ્દોમાં વહીવટીતંત્રને સૂચના આપતા અધિકારીવર્ગમાં સોંપો પડી ગયો હતો.

You might also like