લંડનથી અમદાવાદ અાવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સતત બીજા દિવસે સવા છ કલાક લેટ

અમદાવાદ: અમદાવાદથી લંડન માટેની સીધી હવાઈ સેવા એર ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં અાવી છે, પરંતુ એર ઈન્ડિયાની લેટ પડતી ફ્લાઈટના કારણે મુસાફરોને પરેશાની થઈ રહી છે. સતત બીજા દિવસે પણ સવારે પોણા સાત વાગ્યે અમદાવાદ અાવતી એર ઈન્ડિયાની એઅાઈ-130 નંબરની ફ્લાઈટ અાજે સવા છ કલાક કરતાં વધુ સમય મોડી છે. અા ફ્લાઈટ મોડી પડવા પાછળનું કારણ ક્રૂ મેમ્બરના ડ્યૂટી અવર્સને માનવામાં અાવી રહ્યું છે.

તા. 16 ડિસેમ્બરથી અમદાવાદને લંડન સાથે જોડતી સીધી હવાઈ સેવાનો એર ઈન્ડિયા દ્વારા પ્રારંભ કરવામાં અાવ્યો છે. અા હવાઈ સેવા શરૂ થયા બાદ અાજે સતત બીજા દિવસથી પણ ફ્લાઈટ લેટ અાવવાની ફરિયાદ ઊઠવા પામી છે. સવા છ કલાક જેટલો સમય ફ્લાઈટ લેટ પડવાના કારણે મુસાફરોને ભારે પરેશાની થઈ રહી છે.

ફ્લાઈટ છ કલાક કરતાં વધુ સમય લેટ પડવાનું કારણ ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સના ડ્યૂટી અવર્સ છે. અમદાવાદથી વાયા મુંબઈ થઈને ઊડતી અા ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સના ડ્યૂટી અવર્સ લંડન પહોંચતાં પહેલાં પૂરા થઈ જતા હોવાથી તેઅો તુરંત ફ્લાઈટ લઈને પરત અાવતા નથી. જેના કારણે તેઅો છ કલાકનો અારામ કર્યા બાદ જ ફ્લાઈટ ઉપાડવાનો અાગ્રહ રાખે છે, જેના કારણે અા ફ્લાઈટ મોડી પડતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કુવૈતથી અાવતી એર ઈન્ડિયાની એઅાઈ ૯૮ર નંબરની ફ્લાઈટ પોણો કલાક કરતાં વધુ મોડી હતી. જ્યારે અબુધાબીથી અાવતી જેટ એરવેઝની ૯ડબ્લ્યુ પ૧૯ અને એતિહાદ એરવેઝની ઈવાય ૮૭૩૦ નંબરની ફ્લાઈટ ર૦ મિનિટ કરતાં વધુ મોડી પડી હતી. દુબઈથી અાવતી એમિરેટ્સની ઈકે પ૪૦ નંબરની ફ્લાઈટ ૪૦ મિનિટ જેટલી મોડી પડી હતી.

અા ઉપરાંત દિલ્હીથી અાવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઅાઈ ૧૯, એર કેનેડાની ફ્લાઈટ નંબર એસી ૬૪૧ર, જેટ એરવેઝની ફ્લાઈટ ૯ડબ્લ્યુ ૬૮૬, એતિહાદ એરવેઝની ફ્લાઈટ નંબર ઈવાય ૮૯૯૧, જેટ કનેક્ટની ફ્લાઈટ એસ ર પ૧૩૬ પા કલાક કરતાં વધુ સમય મોડી પડી હતી. જ્યારે પુણેથી અાવતી ઈ‌િન્ડગોની ફ્લાઈટ ૬ઈ ૬૭૩ અડધો કલાક જેટલી મોડી પડી હતી. તેવી જ રીતે ઈન્દોરથી અાવતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર ૬ઈ ર૪પ અડધો કલાક મોડી અાવી હતી.

એર ઈન્ડિયાની લંડન-અમદાવાદ ફ્લાઈટ મોડી પડવા અંગે એર ઈન્ડિયાના અોફિશિયલ સૂત્રોએ જણાવ્યું હતું કે અા ક્રૂ મેમ્બર્સના ડ્યૂટી અવર્સના કારણે ફ્લાઈટ લેટ પડી રહી છે. પરંતુ બે-ત્રણ દિવસમાં ફ્લાઈટ રૂટિનમાં અાવી જશે.

You might also like