આગ્રામાં ‘ISIS ઈઝ કમિંગ સુન’નું લખાણ મજાક હતી

આગ્રા: આગ્રાના ફૂલટ્ટી બજારમાં ત્રણ માસ પહેલાં દીવાલ પર કોલસાથી લખાયેલું લખાણ આઈઅેસઆઈઅેસ ઈઝ કમિંગ જોવા મળ્યું હતું. તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લખાણ માત્ર મજાક-મશ્કરી માટે થયું હોવાનું જાણવા મળે છે.

લગભગ ત્રણ માસની તપાસ બાદ ગુપ્તચર અેજન્સીઅોઅે આપેલા અહેવાલમાં માત્ર મજાક માટે આવું લખાણ થયું હોવાનું જણાવાયું છે. આ અંગે તપાસ દરમિયાન આગ્રાની મદરેસાના વિદ્યાર્થીઓ અને ફૂલટ્ટી વિસ્તારમાં ભાડે રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ લગભગ ૫૦ મોબાઈલ નંબરની કોલ ડિટેઈલ કઢાવવામાં આવી હતી તેમજ હેન્ડરાઈ‌િટંગ નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ તેની પાછળ કોઈ ષડ્યંત્ર હોવાના સાક્ષી નહિ મળતાં આવું લખાણ કોઈઅે મજાક-મશ્કરીમાં લખ્યું હોવાનું માનવામાં આવે છે.

દરમિયાન આતંકવાદી સંગઠનના ફેસબુક પેજને પૂર્વ યુપીના અનેક લોકોઅે લાઈક કર્યું હતું. તેથી આ સંદેશને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગુપ્તચર અેજન્સીઓઅે પણ આ બાબતે યુપી પોલીસનો સંપર્ક કર્યો હતો.

You might also like