ડિગ્રી સર્ટીફિકેટની ફી રૂ. ૨૫૦, લેઈટ ફી ૫૦૦!

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાનારા વાર્ષ‍િક પદવીદાન સમારોહ અંતર્ગત જે વિદ્યાર્થીઅો ડિગ્રી સર્ટિફિકેટ (પ્‍ાદવી પ્રમાણપત્ર) મેળવવા ઇચ્છતા હોય અને ફોર્મ ન ભર્યા હોય તેમનાં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદત લંબાવાઈ છે. પ્‍ારંતુ ફી કરતાં લેઈટ ફીની રકમ બમણી હોવાથી વિદ્યાર્થીઅોમાં ભારે નારાજગી પ્રસરી છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઅો માટે લેઈટ ફી સાથે ફી સ્વીકારવાની મુદતને તા. 28 ડિસેમ્બર સુધી લંબાવવામાં અાવી છે. યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ માટેની ફી રૂ. 250 અને લેઈટ ફી પેટેની ફી રૂ. 500ની રકમ રાખવામાં અાવી છે. જેને કારણે જે ખરેખર સંજોગોવશાત ફોર્મ નથી ભરી શક્યા તેવા વિદ્યાર્થીઅો માટે અા રકમ અન્યાયરૂપ છે. કારણ કે ફોર્મની ફી રૂ. 250 છે જ્યારે ફોર્મ ભરવા માટેની લેઈટ ફી રૂ.500 છે એટલે ફી કરતાં બમણી રકમ લેઈટ ફી સાથે યુનિવર્સિટીના નિર્ણય સામે વિદ્યાર્થીઅોમાં નારાજગીની લાગણી પ્રસરી છે.

અા અંગે યુનિવર્સિટીના પ્‍ારીક્ષા નિયામક દશરથ પ્‍ાટેલનો સંપ્‍ાર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે અા અાજ કાલનો બનાવેલો નિયમ નથી. ભૂતકાળમાં પ્‍ારીક્ષા ફોર્મ ફી ભરવામાં બાકી રહ્યા હોય તેવા વિદ્યાર્થી પાસેથી રૂ. 5,000 થી 10,000 જેટલી રકમ વસૂલીને પ્‍ારીક્ષા ફી વસૂલવામાં અાવી છે. અા વિદ્યાર્થીઅોની રજૂઅાતો બાદ તેમની અનુકૂળતા માટે લેઈટ ફી સાથે ડિગ્રી સર્ટિફિકેટ ફી લેવાની મુદત લંબાવવામાં અાવી છે.

You might also like