આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ૧૧ વર્ષના તળિયે

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વે ૦.૨૫ ટકા વ્યાજના દરમાં વધારો કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટીને ૧૧ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે. એક બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો સપ્લાય વધી રહ્યો છે તો બીજી બાજુ અપેક્ષા મુજબની માગ નથી, જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ૧૧ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે.
નાયમેક્સ પર ક્રૂડનો ભાવ ૩૫ ડોલર પ્રતિ બેરલની સપાટીએ જોવાયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડનો પણ ૩૮ ડોલર પ્રતિ બેરલની નીચી સપાટીએ ભાવ છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઓપેક દેશો દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો નહીં કરતાં ભાવ તૂટ્યા છે.

You might also like