Categories: Business

એટીએમ પર પણ મોબાઈલ બેન્કિંગ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ થશે

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોબાઇલ બેન્કિંગનો વ્યાપ વધે તે માટે ગંભીરતાપૂર્વકની કવાયત હાથ ધરી છે. આરબીઆઇએ નેશનલ ફાઇનાન્સ સ્વિચ એનએફએસની સભ્ય બેન્કોને માર્ચ ૨૦૧૬ સુધી એટીએમ સ્વિચમાં બદલાવ કરવા જણાવ્યું છે, જેના થકી બેન્કિંગ ગ્રાહકોને એટીએમ દ્વારા મોબાઇલ બેન્કિંગ સેવાઓના રજિસ્ટ્રેશન માટે મદદ મળી શકે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ મોબાઇલ બેન્કિંગ રજિસ્ટ્રેશન સેવાનો વિકલ્પ નેશનલ ફાઇનાન્સ સ્વિચ પર ડેવલપ કર્યો છે. આ સેવા નેશનલ ફાઇનાન્સ સ્વિચની સભ્ય બેન્કોના એટીએમમાં લગાવવામાં આવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક અધિસૂચના બહાર પાડી કહ્યું છે કે નેશનલ ફાઇનાન્સ સ્વિચમાં તમામ સભ્ય બેન્ક પોતાના એટીએમમાં ૩૧ માર્ચ, ૨૦૧૬ સુધીમાં બદલાવ કરવો પડશે.

divyesh

Recent Posts

ચૂંટણી આવતાં વિપક્ષો EVMનો રાગ આલાપે છે

હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકીય પક્ષો અને કેટલાક લોકોએ ઇવીએમને બદનામ કરવાનો જાણે કે ઠેકો લીધો…

18 hours ago

મેન્ટેનન્સના ઝઘડામાં 600 હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ટલ્લે ચડી

પ્રહ્લાદનગર વિસ્તારના દેવઓરમ ટાવરમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કુંભકર્ણી નિદ્રામાંથી જાગ્રત થઈને શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની ચકાસણી…

19 hours ago

ચૂંટણી આચારસંહિતા હળવી થતાં મ્યુનિ. વહીવટી તંત્રમાં તોળાઇ રહેલા ફેરફાર

ગઇ કાલે લોકસભાની અમદાવાદ શહેર જિલ્લાની ત્રણ બેઠક સહિત રાજ્યની તમામ ર૬ બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પતી ગયા બાદ જિલ્લા…

19 hours ago

નરોડા વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ 25 ઇવીએમ-વીવીપેટ ખોટકાયાં

ગઇકાલે અમદાવાદ શહેર-જિલ્લામાં દિવસભર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. જો કે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોમાં મેડિકલ ટીમ…

19 hours ago

ધો.12 સાયન્સનું 9 મે, ધો.10નું પરિણામ તા. 23 મેએ જાહેર થશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આગામી મે માસના અંત સુધીમાં આવી જશે.…

19 hours ago

ઈન્દ્રપ્રસ્થ ટાવરના દસમા માળેથી અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી

શહેરના ડ્રાઇવઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આજે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ…

19 hours ago