તુર્કીના રસ્તે સિરિયામાં ISને ઝેરી ગેસ પહોંચાડાતો હોવાનો દાવો

અંકારા: તુર્કીના સાંસદ અેરેન અેર્દેમે દાવો કર્યો છે કે તુર્કીના રસ્તેથી સિરિયામાં આઈઅેસઆઈઅેસના આતંકવાદીઓ સુધી ઝેરિલા સરિન ગેસનું મટીરિયલ પહોંચાડવામાં આવી રહ્યું છે. અેરેન પર હવે દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવશે. આ અગાઉ રશિયન રાષ્ટ્રપતિ પુતિને તુર્કીના રસ્તેથી ઓઈલની ચોરી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.  તુર્કીની મુખ્ય પ્રોસિક્યુટર ઓફિસ તેમની વિરુદ્ધ આજે જસ્ટિસ મંત્રાલયને અહેવાલ સોંપશે. આ અહેવાલ તુર્કીની સંસદમાં પણ મોકલવામાં આવશે. જેના આધારે વોટિંગ દ્વારા અેરેનના સભ્યપદ પર પ્રતિબંધ લાગી શકે છે.

હાલ અેરેન સામે ક્રિમિનલ તપાસ ચાલી રહી છે. સાંસદ અેરેને જણાવ્યું હતુ કે તુર્કીના કેટલાક લોકો આતંકવાદી સંગઠન આઈઅેસઆઈઅેસના સંપર્કમાં છે. તેમજ તુર્કીના રસ્તેથી સિરિયામાં આઈઅેસના કેમ્પમાં ઝેરિલા સરિન ગેસનું મટીરિયલ મોકલવામાં આવે છે. અને ત્યાં ઝેરી ગેસ તૈયાર કરવામાં આવે છે. સરિન ગેસ અેક મિલેટ્રી ગ્રેડ કેમિકલ છે. ૨૦૧૩માં સિરિયાની રાજધાની દમિશ્ક તેમજ આસપાસના વિસ્તારમાં હુમલો કરવામાં તેનો ઉપયોગ થયો હતો.

આ ઘટનામાં તેમને રાજકીય દ્વેષ ભાવનાથી તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. જોકે તેમ છતાં તેઓ ઝેરિલા ગેસ માટે તુર્કીના રસ્તાનો ઉપયોગ થતો હોવાનાં નિવેદન પર અડગ રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ તેઓઅે આ વાત ૨૦૧૩માં તુર્કીની કોર્ટની તપાસના આધારે કરી હોવાનું જણાવ્યું હતું. રશિયા અને તુર્કી વચ્ચે સિરિયામાં થતી કાર્યવાહીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તુર્કી અમેરિકા અને ફ્રાન્સ સાથે છે. ત્યારે રશિયા ખુદ આઈઅેસ પર હુમલા કરી રહ્યું છે. અને સિરિયાના રાષ્ટ્રપતિ અસદ તેમને સાથ આપી રહ્યા છે.

You might also like