મુંબઇની ટ્રેનોમાં ભીડ ઘટાડવા ઓફિસ ટાઇમિંગ બદલવા સૂચન

મુંબઇ: મહાનગરની ઉપનગરીય લોકલ ટ્રેનોમાં અસહ્ય ભીડને રોકવા માટે મુંબઇ હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે કે તે ઓફિસના ટાઇમિંગ્સમાં ફેરફાર કરવા વિચારે. ન્યાયમૂર્તિ નરેશ પાટીલે એક સુઓ મોટો જનહિત અરજી પરની સુનાવણી કરતી વખતે આમ જણાવ્યું હતું. એ.બી. ઠક્કર નામના એક નાગરિકે લખેલા એક પત્રને અદાલતે સુઓ મોટો અરજીમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. ઠક્કરે એવી વિનંતી કરી છે કે લોકલ ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ ડબ્બો હોવો જોઈએ.

જજે એમ રેલવેને એમ પણ કહ્યું છે કે તેઓ ટ્રેનોના ડબ્બાઓના પ્રવેશદ્વારો પર સ્ટીલના સળિયાઓ પર રબર બેસાડાવે જેથી મુસાફરોના હાથ તેના પરથી લસરી ન જાય અને તેઓ ટ્રેનોમાંથી નીચે પડી ન જાય. રેલવેના સતાવાળાઓએ અગાઉ કોર્ટને એમ કહ્યું હતું કે ઉપનગરીય રૂટ્સ પર ડબલ ડેકર લોકલ ટ્રેનો શરૂ કરવાનું શકય નથી.

You might also like