દિલ્હી સચિવાલય રેડઃ જેટલી-કેજરીવાલ વચ્ચે જંગ

નવી દિલ્હી: સીબીઆઇના દરોડાને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી કરવામાં આવી રહેલા હુમલાઓની નોંધ લીધા બાદ હવે નાણામંત્રી અરુણ જેટલીએ પણ આજે વળતા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અસત્ય અને ખોટી વાત કરવાની ટેવ પડેલી છે. તેઓ હંમેશા આક્ષેપબાજી અને બદનક્ષીની જ વાત કરતા રહે છે.

જેટલીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, કોઇપણ ભ્રષ્ટાચાર થયો નથી. કેજરીવાલ માત્ર પ્રોપેગેંડા કરી રહ્યા છે. કિર્તી આઝાદના નામનો ઉલ્લેખ કર્યા વગર જેટલીએ કહ્યું છે કે, કેટલાક લોકો બિનજરૂરી આક્ષેપબાજી કરી રહ્યા છે. દિલ્હીમાં ૪૦૦૦૦ લોકોની ક્ષમતા વાળા સ્ટેડિયમમાં ૧૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. આ સ્ટેડિયમને પબ્લિક સેક્ટર અન્ડર ટેકિંગવાળી કંપની ઈપીઆઈએલ પાસેથી ટેન્ડરના માધ્યમથી તૈયાર કરવામાં આવી છે. કોઇપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી. દિલ્હીના મુખ્યમંત્રી પોતાના અધિકારીઓના ભ્રષ્ટાચારને છુપાવી રહ્યા છે.

ડીડીસીએના કૌભાંડના મુદ્દે તપાસના ભાગરુપે તેમના મુખ્ય સચિવની ઓફિસ પર સીબીઆઈના દરોડા બાદ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ સરકાર આમને સામને છે. બ્લોગમાં જેટલીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, કેજરીવાલ અસત્ય અને બદનક્ષીમાં વિશ્વાસ રાખે છે. કોઇપણ પ્રકારની હદ નહીં ધરાવતી વાતમાં તેઓ આક્ષેપો કરતા રહે છે. સ્વતંત્રતા ચોક્કસપણે મૂળભૂત અધિકાર તરીકે છે પરંતુ વાણી સ્વતંત્રતાનો મતલબ બિનજરૂરી આક્ષેપબાજી નથી. માત્ર ખોટી બાબતો રજૂ કરવાનો મતલબ પણ રહેતો નથી.

જેટલીએ વધુમાં કહ્યું છે કે, કેજરીવાલ સીબીઆઈ દરોડાથી ધ્યાન અન્યત્ર કરવા માટે આવા આક્ષેપ કરી રહ્યા છે. ડીડીસીએના કૌભાંડના લીધે ભ્રષ્ટાચારની બાબત સપાટી ઉપર આવી છે. થોડાક દિવસ અગાઉ દિલ્હી સરકારના સેક્રેટરીની ઓફિસ પર સીબીઆઈના દરોડા પડ્યા હતા. લાંચ સ્વીકારતી વેળા રંગેહાથ ઝડપાઈ ગયા બાદ સેક્રેટરીની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે પ્રિન્સિપાલ સેક્રેટરીની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે.

દિલ્હી સરકારે તમામ બાબતોની નોંધ લેવી જોઇએ. દિલ્હી સરકારે અગાઉની હિલચાલનું સ્વાગત કર્યું હતું. ચાર દિવસ પછી મુખ્યમંત્રીના વધુ એક અધિકારીના કથિત ગુના માટે તપાસ થઇ છે. મુખ્યમંત્રીએ બે જુદી જુદી અરજીઓ ઉઠાવી છે. જેટલીએ કહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાન સામે ઉપયોગ કરવામાં આવેલા શબ્દો મૂળભૂત ભાવના સાથે અને બંધારણ સાથે જોડાયેલા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે વડાપ્રધાન મોદીને કાયર અને મનોરોગી તરીકે ગણાવ્યા હતા. કેજરીવાલને સમર્થન આપવા બદલ જેટલીએ પશ્ચિમ બંગાળ, બિહારના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને નીતીશકુમારની પણ ઝાટકણી કાઢી હતી. જેટલીએ કહ્યું હતું કે, જ્યારે બે મુખ્યમંત્રી વડાપ્રધાન સામે વાંધાજનક શબ્દોના ઉપયોગ છતાં કેજરીવાલને ટેકો આપે છે ત્યારે તમામ બાબત સરળતાથી સમજી શકાય છે. બે મુખ્યમંત્રીઓને જાણી જોઇને કેજરીવાલ સાથે સંબંધો સ્થાપિત કરવાના પ્રયાસ તરીકે લોકો જુવે છે.

તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, સીબીઆઈના દરોડા દિલ્હીના મુખ્યમંત્રીને ટાર્ગેટ બનાવીને પાડવામાં આવ્યા ન હતા. સીબીઆઈ પોતે આ મામલામાં સ્પષ્ટતા કરી ચુકી છે. જેટલીએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ પોતે તેમની ઓફિસ સમક્ષ દરેક બાબતની નોંધ લેવી જોઇએ અને તપાસમાં સહકાર આપવો જોઇએ. ખોટી બાબત ઉપર કેજરીવાલને બે મુખ્યમંત્રીઓ ટેકો આપી રહ્યા છે. યુપીએના શાસન હેઠળ એસએફઆઈઓ તપાસ કરી ચુક્યા છે.

દિલ્હી સચિવાલયમાં સીબીઆઇના દરોડા બાદ ખળભળી ઉઠેલી આમ આદમી પાર્ટીએ આજે નાણામંત્રી અરુણ જેટલીને નિશાના ઉપર લીધા છે અને એવો આરોપ મૂકયો છે કે, ડીડીસીએમાં અરુણ જેટલી અધ્યક્ષ હતા તે દરમ્યાન કરોડો રૂપિયાનો ગોટાળો થયો છે. ‘આપ’એ પીએમને વિનંતી કરી છે કે, તેઓ તત્કાલ જેટલીને પદ ઉપરથી હટાવે ‘આપ’એ આરોપ મૂકયો છે કે, જેટલીની સહમતીથી ૧પ વર્ષથી ડીડીસીએમાં ભ્રષ્ટાચાર થયો છે.

આમ આદમી પક્ષે  નાણાકીય મંત્રી અરુણ જેટલી પર દિલ્હી ક્રિકેટ એસોસીએશનમાં ભયંકર નાણાકીય ગોટાળાના આરોપો લગાવ્યા છે. પક્ષના નેતા રાઘવા ચક્કાએ પત્રકાર પરિષદમાં કહ્યું, મોદીજી ! તમારા સૌથી મોટા ભ્રષ્ટ મંત્રી અરુણ જેટલીને હટાવો. ડીડીસીએએ જેટલીના નેતૃત્વમાં ર૪ કરોડ રૂપિયાનું સ્ટેડિયમ ૧૧૪ કરોડ રૂપિયામાં નિર્માણ કર્યુ.

આપ નેતા કુમાર વિશ્વાસે કહ્યું, લોકો ક્રિકેટને ધર્મ માને છે તેને આ દેશના નાણાકીય મંત્રી લૂંટી રહ્યા છે અમે અમારી તપાસ ચાલુ જ રાખીશુ. ડીડીસીએના કોષાધ્યક્ષ નરેન્દ્ર બત્રા છે. જેટલી જણાવે છે કે, બત્રા આટલા લાંબા સમય સુધી શું કામ ડીડીસીએમાં છે અને તેનો બત્રા સાથે શું સંબંધ છે? તેમજ ડીડીસીએ દ્વારા એક સ્ટેડિયમ બનાવા આપ્યું હતું. જેમાં ભયંકર નાણાકીય ગેરરીતિઓ, ગોલમાલ થાય છે. આપે જેટલીનો વિરોધ કરીને કહ્યું કે, પોતાના જ વિરુદ્ધ કેસ કરે છે અને વકીલ પણ પોતે ઊભા કરે છે. આ ડીડીસીએ કૌભાંડની તપાસ કરી ચેતન સાંધી નામના આ અધિકારીએ આ કૌભાંડની તપાસ કરી હતી. તેના વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી.

૯૦ કરોડ રૂપિયા કયાં ગયા ઇપીઆઇએલ કંપનીને પ૭ કરોડનું પેમેન્ટ આપવામાં આવ્યુ. બાકીના પૈસા કયાં ગયા ? ૧ કરોડ પપ લાખ રૂપિયાની લોન ડીડીસીએએ ત્રણ કંપનીઓને આપી દિલ્હી સરકારના તપાસના અહેવાલમાં તેને આપરાધિક માનવામાં આવી છે. પાંચ કંપનીઓનું નામ લઇને આપે અને અરુણી જેટલી પર આરોપ મૂકયો કે પાંચ કંપનીઓના માલિક, ઇમેઇલ આઇડી એક જ છે. વિવિધ નામની કંપનીઓ બનાવીને ડીડીસીએને લૂંટવામાં આવ્યુ.એક કાર્ય માટે બેવાર પેમેન્ટ કરવામાં આવ્યું. આ બધા જ કારસ્તાન જેટલીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું.

ડીડીસીએની બેલેન્સ સીટમાં ખામીઓ છે. ડીડીસીએમાં રજિસ્ટર જ મેઇનટેઇન્સ કરવામાં આવતા નથી. સ્ટેડિયમમાં ૧૦ કોર્પોરેટ બોકસ બનાવવામાં આવ્યા તે ૧૦ કંપનીઓને વેચી નાખ્યા. જેટલી જણાવે કે, કઇ કંપનીને અને કેટલામાં આ બોકસ વેચી માર્યા. ડીડીસીએની સંપત્ત્િ। બેસુમાર છે. ગરીબો માટે જગ્યા જ નથી. પસંદગીકારો માટે કોઇ કાયદા કાનૂન નથી. પોતાના લોકોને જ જગ્યા આપી બધી જ ટીમમાં ઓવરએજ પ્લેયર્સ જ રમે છે.

વધુમાં ઉમેર્યુ કે, અમુક એવી કંપનીઓને પેમેન્ટ કરી નાખ્યું કે જેને ડીડીસીએ માટે કોઇ કાર્ય જ કર્યુ. આપે અરુણ જેટલી પર ગંભીર આરોપ મુકતા કહ્યું કે, ૧૬ કંપનીઓને એક કરોડ પંદર લાખ રૂપિયાની ચુકવણી કરી મહત્વની વાત તો એ છે કે, આ પેમેન્ટ એક જ કાર્ય માટે કરવામાં આવ્યું. આ મની લોન્ડ્રીંગ છે. બીજીબાજુ કોંગ્રેસે પણ માંગ કરી હતી કે, ભ્રષ્ટાચાર બદલ જેટલી રાજીનામુ આપી દે. કોંગ્રેસે વધુમાં ઉમેર્યુ કે, ડીડીસીએમાં થયેલા કૌભાંડની જેપીસી દ્વારા તપાસ કરવામાં આવે. કોંગ્રેસનું આવુ આક્રમક વલણ હવે આ જંગ વધુ ધારદાર બનશે.

વેંકૈયા નાયડુએ આ બધા આરોપોને ફગાવી દીધા અને કહ્યું છે કે, અરુણ જેટલી રાજીનામું પણ નહીં આપે અને જેપીસી પણ નિર્માણ કરવામાં આવશે નહીં. બીજીબાજુ કોંગ્રેસે પણ માંગ કરી હતી કે ભ્રષ્ટાચાર બદલ જેટલી રાજીનામું આપે છે. કોંગ્રેસે વધુમાં ઉમેર્યું કે, ડીડીસીએમાં થયેલા કૌભાંડની જેપીસી દ્વારા તપાસ કરવામાં આવે. કોંગ્રેસના આવા આક્રમક વલણ સામે હવે આ જંગ વધુ ધારધાર બનશે.

You might also like