ઠંડીમાં પણ ફેશન છે કૂલ

શિયાળામાં સ્ટાઇલિશ કપડાં પહેરવાની અલગ મજા છે. વિન્ટરમાં દરેકના વોર્ડરોબમાં ઠંડીમાં પહેરાતાં ગરમ કપડાંનું યુવવર્ગમાં જેકેટસનું અેક અનોખું કલેક્શન જાેવા મળે છે.

શિયાળામાં ફેશન જી હા, અાજના ફેશન વલ્ર્ડમાં અવનવી ડિઝાઇનનાં જેકેટસ, સ્કર્ટસ, વુલન લેગિંગ્સ મળે છે.

વિન્ટરમાં વુમન માટેનો ફેશન ટ્રેન્ડ
કડકડતી ઠંડીમાં પણ મહિલાઅો અાર્કષક દેખાઈ શકે છે. પહેલાંના સમયમાં ઊનનાં વજનદાર સ્વેટર મળતાં હતાં. બટન સ્વેટરની ફેશન તો અાજે પણ મહિલાઅોમાં હોટ ફેવરિટ છે. યુવતીઅો માટે ડેનિમ અને લેધર જેકેટ, લોંગ અને શોર્ટ શ્રગની ફેશન પણ ખૂબ પ્રચલિત છે, જ્યારે અાજની યુવતીઅો સ્વેટર કહેવાતાં ગરમ કપડાંને જેકેટના નામથી અોળખે છે.

ઠંડી લાગે ત્યારે પણ ફેશન કરવામાં કચાશ ન રહે અે માટે વુલન લેગિંગ્સ પર યુવતીઅો ડેનિમ સ્કર્ટ અને શોર્ટસ પણ પહેરે છે. તેની સાથે વુલન સ્ટોલ કે કેપનું પણ મિક્સમેચ કરી શકે છે.

સ્ત્રીઅો ફેશનમાં માહેર છે તો પુરુષોની ફેશન પણ અલગ છે. યુવકોમાં જેકેટનો ક્રેઝ છે તો કોર્પોરેટ વર્ગમાં વી-નૅક સ્વેટરનો ટ્રેન્ડ જાેવા મળે છે. કોલેજમાં અભ્યાસ કરતા યુવકોને લેધર જેકેટ અને સ્લવલેસ જેકેટ ડેનિમ જિન્સ પર ટ્રેન્ડી લૂક અાપે છે. અાટલું જ નહીં, કોલેજમાં અભ્યાસ કરતો યુવાવર્ગ બ્લેક, રેડ, યેલો, ઇલેક્ટ્રકલ બ્લ્યૂ જેવા ડાર્ક શેડ પસંદ કરે છે.

સ્વેટર-જેકેટ ખરીદતાં સમયે શું ધ્યાન રાખવું
કલર : સ્વેટર તમે કયા પ્રસંગે પહેરો છો તે વધુ મહત્ત્વનું છે. શિયાળામાં થોડા લાઈટ રંગો વધુ સારા લાગે છે, પરંતુ ફાૅર્મલવેર સાથે ડાર્ક સ્વેટર સારું લાગશે. બ્લૅક, વ્હાઈટ, બેજ, રસ્ટ, નેવી જેવા તટસ્થ રંગો મોટા ભાગે બધે જ સૂટ થાય છે. કોલેજમાં અભ્યાસ કરતા યુવા વર્ગને ડાર્ક કલર ગમે છે, તો નોકરિયાત વર્ગને લાઈટ શેડ ગમે છે.

ડિઝાઇનર પ્રીતિ શેઠ કહે છે કે, અા વર્ષે લાગ અને શોર્ટ વુલન શ્રગનો ટ્રેન્ડ યુવતીઅોમાં વધારે જાેવા મળે છે, જ્યારે યુવકોમાં હુડી વધુ ખરીદતા હોય છે. ડિઝાઇન : સિમ્પલ સિંગલ કલરના સ્લવલેસ સ્વેટર ફાૅર્મલ લાગે છે, જ્યારે પૅટર્નવાળા, સ્ટચ કરેલા અને ઊન સિવાય કોઈ બીજા ફૅબિ્રકમાંથી બનાવેલાં સ્વેટર કૅઝ્યુઅલ લૂક અાપે છે. અાર્ગેલ નામની ચેક્સ જેવી પૅટર્ન પુરુષોનાં સ્વેટરમાં સાૈથી વધુ લોકપ્રિય છે. ઝિપવાળા હૂડી જૅકેટ પણ ટી-શર્ટ સાથે સ્વેટરની જેમ પહેરી શકાય.

પ્રકાર : ગોળ અને વી-નૅકનું સ્વેટર યુવકોને ટી-શર્ટમાં પસંદ પડે અને સ્ટાઈલિશ લૂક અાપે છે. અાવા સ્વેટર ક્રિઅેટિવ પ્રોફેશનલ્સ વધુ પહેરે છે. પોલો નૅક સ્વેટરમાં અાખી ગરદન ઢંકાઈ જતી હોવાથી શર્ટ કે ટી-શર્ટ પહેરવાની જરૂર રહેતી નથી. લેધર જૅકેટ ઠંડીમાં હૂંફ અાપશે. અંદરથી ફર અને બહારથી લેધર હોય તેવા લૂક સાથેનાં જૅકેટ પહેરો.

કોલેજમાં અને સી.અે.નો અભ્યાસ કરતા ઉત્સવ શાહ કહે છે કે, કોલેજમાં ટ્રેન્ડ લૂક જાેઈતો હોય છે માટે હુડી કે સ્લિવલેસ જેકેટ વધારે સારા લાગે છે, જ્યારે ફોર્મલ લૂક માટે પણ અલગથી સ્વેટર ખરીદવું પડે છે, જેથી અોફિસવેરમાં પણ તે ચાલી શકે.

You might also like