અથ શ્રી વૈતરણી માહાત્મ્યમ્

શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોય ત્યારે સ્વર્ગ નર્કની યાદ આવે તે સ્વાભાવિક છે. સ્વર્ગમાં સદૈવ આનંદ આનંદ આનંદ છે. સ્વર્ગમાં રાત કે અંધારું થતાં જ નથી. સ્વર્ગમાં દુઃખ, શોક ગ્લાનિ જેવા પ્રસંગ ઉદ્ભવતા જ નથી. સ્વર્ગમાં હરહંમેશાં સુખ અને ભોગવટા જ છે. જ્યારે નર્કમાં પાર વગરનાં દુઃખ, કલ્પના કરતાં થથરી જવાય, નરકમાં આપણાં શાસ્ત્રોમાં અને તેમાંય ખાસ કરીને ગરુડપુરાણમાં વર્ણવવામાં આવેલી વૈતરણી નદી છે. આ વૈતરણ નદી કેવી છે ? તે આપણે ગરુડપુરાણનાં સંદર્ભમાં વિગતે જોઈએ.

વૈતરણી નામની મહાનદી યમલોકના દ્વારમાંથી નરકની અંદર વહે છે. તે એક મહાભયાનક દેવી છે. આ મહાનદી ૩૦૦ કિલોમીટર પહોળી અને એટલી જ લાંબી છે તેને તરવી મુશ્કેલ જ નહીં અશક્ય છે. તેમાં પરું લોહી તથા પાણી હરહંમેશ વહ્યાં જ કરે છે. માંસરૂપી કીચડથી તે મહાનદી વ્યાપ્ત છે તે નદીમાં શિશુમાર નામનાં જલચર પ્રાણી તથા બીજાં માંસભક્ષક માછલાં હરહંમેશાં તરે છે. આ મહાનદી ફક્ત પુણ્યાત્મા જ તરી શકે છે.

જે મનુષ્યએ ગાય વાછરડાંનાં દાન દીધાં હોય તેને સહેજપણ તકલીફ વગર આ નદી પાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વૈતરણી નદી પાર કરવા હરહંમેશા દાન પુણ્ય કર્યાં જ કરવાં. દાન પુણ્ય હરહંમેશાં જે તેનાં હાથે જ કરવાં. પુત્ર, પુત્રાદિક કે પત્ન,ી બાંધવો મારી પાછળ દાન પુણ્ય કરશે અને મારો મોક્ષ થશે એટલા મારે યમલોક જોવો નહીં પડે તે ઇચ્છા રાખવી વ્યર્થ છે કારણ કે શરીર અનિત્ય છે. ધન ચંચલ છે. મન ચંચળ છે. દાન પુણ્ય કરવાનો વિચાર આવે તો તરત જ તેનો અમલ કરો. પાપ કરવાનો વિચાર આવે તો તેમાં ખૂબ વિલંબ કરે.

કારતક વદ એકાદશીને દિવસે વૈતરણી વ્રત કરવાનું વર્ણન હેમાદ્રિ નામના ગ્રંથમાં છે. બાણશૈયામાં સૂતેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને પૂછ્યું કે, “હે, ધર્મરાજ, એવું ક્યું વ્રત છે જે કરવાથી મનુષ્યને યમલોક જોવો પડતો નથી. કોઈ શોક ન આવે ?” ત્યારે યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને કારતક વદ અગિયારશ કરવાનું કહ્યું. જે કરવાથી યમલોક જોવાે ન પડે તથા શોક પણ ન રહે.

કરતક વદ એકાદશીનું વ્રત નિયમથી કરવું. દશમે નકત ઉપવાસ કરવો. બીજે િદવસે ઉપવાસ કરવો. બપોરે સ્નાન કરી બપોરનું પૂજન કરવું. રાત્રે કાળી ગાય લાવી વિધિથી તેનું પૂજન કરવું. તેના પૂંછડાની પૂજા પણ કરવી. તેનું પૂછડું પકડીને શાસ્ત્રોક્ત વિધિથી પિતૃ તર્પણ કરાવવું. ગાયને શ્રદ્ધાથી ચંદનનો લેપ કરવો. શક્તિ મુજબ તેના પગ તથા શિંગડાં સુગંધિત જળથી ધોવાં.

આમ તેનું પૂજન અર્ચન કરી ગાયને શ્રદ્ધાથી કહેવું કે, “હે ગૌમાતા, આપની કૃપાથી અસિપત્ર, તથા અન્ય નરકમાં તથા વૈતરણી નદીને હું સુખરૂપ તરી શકું તે માટે આપનું પૂજન કરી હું આપનું દાન ભૂદેવને કરું છું. આપ મને નરકમાં જતો બચાવશે. જો મારાં કર્મ નરકમાં જવાને યોગ્ય હોય તો આપની કૃપાથી ભયંકર તથા ખૂબ વેગવાળી વૈતરણી નદી હું હેમખેમ તરી જાઉં ઃ ગાયનું પૂછડું પકડી આમ કહેવુ.ં ગાયમાં તેત્રીશ કરોડ દેવી દેવતાનો વાસ હોવાથી તરત મનુષ્યનાં પાપ બળી જાય છે. આમ, ગાયનું પૂજન કરી તેનું દાન કોઈ પવિત્ર જીવન ગાળતા ભૂદેવને કરવું. એકાદશીની રાત્રે દીપકનું દાન કરવું. શક્ય એટલા તેલના દીવા શિવાલયમાં તથા ઘરનાં આંગણામાં મૂકવા. દીપ દાન કરવાથી યમ માર્ગનો રસ્તો બંધ થાય છે. તથા સ્વર્ગનો દરવાજો ખૂલે છે. કારતક વદ અગિયારશથી ચાર માસ સુધી માત્રને માત્ર ચોખા ખાવા. ફાગણ માસના આરંભથી માત્ર ચોળા ખાવા. અષાઢ માસથી ચાર માસ સુધી દૂધપાક ખાવો. જે અન્ન ખાવાનું છોડી તેમાંથી ગાય, ગુરુ અને પોતાને માટે ત્રણ ભાગ કરવા. તેમાંથી ગાયનો ભાગ ગાયને તત્કાળ ધરાવી દેવો. બીજો ભાગ ગુરુને અર્પણ કરવો. ત્રીજો ભાગ પોતે શ્રદ્ધાથી ગ્રહણ કરવો. આમ બાર માસ સુધી આ વ્રત કરવું. વર્ષ પૂરું થાય ત્યારે ઉદ્યાપન કરવું.ઉદ્દાપનનાં કુટુંબવાળા બ્રાહ્મણને એક ભાર લોઢું આપવુ.ં એક પડિયો ભરી રૂ આપવું. આ વ્રતના પ્રભાવથી કોઈ પણ મનુષ્ય આ લોકમાં અનંત સુખ ભોગવી મૃત્યુ પછી સ્વર્ગમાં પૂજાય છે તેને યમલોક જોવો પડતો નથી.

You might also like