Film Review: ‘૧૯૨૦ લંડન’

૨૦૦૮માં ૧૯૨૦ અને ૨૦૧૨માં ૧૯૨૦ ધ ઇવિલ રિટર્ન્સ બાદ વિક્રમ ભટ્ટે અા સિરીઝની ત્રીજી ફિલ્મ ‘૧૯૨૦ લંડન’ બનાવી છે. હોરર સિરીઝની અા ફિલ્મમાં લીડ સ્ટાર શરમન જોષી અને મીરાં ચોપરા છે.

શિવાંગી (મીરાં ચોપરા) લંડનમાં પતિ વીરસિંહ (વિશાલ કરવાલ) સાથે રહે છે. બંને સુખદ જિંદગી જીવી રહ્યાં છે, પરંતુ એક દિવસ શિવાંગીને એક ભેટ મળે છે અને તેની સાથે જ તેની લાઈફમાં ‌િટ્વસ્ટ અાવે છે. રાજસ્થાનથી અાવેલી અે ગિફ્ટ ઘરમાં અાવ્યા બાદ વીરસિંહની અાદત ધીરે ધીરે બદલાવા લાગે છે. ધીમે ધીમે તેના પર કોઈ અાત્મા કબજો કરી લે છે. શિવાંગી ઘણી કોશિશ કરીને અે ગિફ્ટને હટાવે છે, પરંતુ હવે તેનાથી કંઈ થવાનું નથી, કેમ કે ભૂતે ઘરમાં અને પતિના શરીર પર કબજો કરી લીધો છે. શિવાંગી તેમાંથી છુટકારો મેળવવા રાજસ્થાન પહોંચે છે. ત્યાં તેને જય (શરમન જોષી) મળે છે. જય તાંત્રિક છે અને ખરાબ અાત્માઅોને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે.

શિવાંગીના અાગમનની જાણ જયને પહેલાંથી જ હોય છે. તેને કેવી મદદ જોઇશે અે પણ જય જાણે છે, પરંતુ જય લંડન જવા તૈયાર નથી અને શિવાંગી વીરસિંહને ઇન્ડિયા લાવી શકે તેમ નથી. વીરને બચાવવાનું માત્ર જયના હાથમાં છે. જય અા કામ કેવી રીતે પાર પાડે છે તે ‘૧૯૨૦ લંડન’માં દર્શાવવામાં અાવ્યું છે. •

You might also like