૧૯ પાલિકાઓમાં ભાજપાના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા

અમદાવાદ: પ્રદેશ ભાજપાના પ્રવકતા આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે આજે રાજ્યની નગરપાલિકાઓના પદાધિકારીઓની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં ભાજપાના ઉમેદવારો ૧૧ નગરપાલિકાઓમાં બિનહરીફ થતા કુલ ૧૯ નગરપાલિકાઓમાં ભાજપાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ ચૂંટણી જીત્યા હતા.

અગાઉ તા. ૧૨ ડિસેમ્બરના રોજ ૨૦ નગરપાલિકા, જે પૈકી ૦૯ બિનહરીફ, તા. ૧૪ ડિસેમ્બરના રોજ ૦૧ નગરપાલિકા તથા આજે ૧૧ બિનહરીફ નગરપાલિકા સાથે ૧૯ નગરપાલિકા ભાજપા શાસિત બની છે. આમ કુલ ૪૦ નગરપાલિકાઓ ભાજપા શાસિત બની છે જે પૈકી ૨૦ નગરપાલિકા એટલે ૫૦ ટકા નગરપાલિકાઓમાં ભાજપમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

નવરચિત ત્રણેય નગરપાલિકાઓમાં સુરત જિલ્લાની સચિન, કડોદરા અને અમદાવાદ જિલ્લાની બોપલ ઘુમા ત્રણેય ભાજપા શાસિતબની છે. પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ એ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે નવનિયુક્ત તમામ પદાધિકારીઓને અભિનંદન પાઠવીને નવી જવાબદારીના માધ્યમથી પ્રજાલક્ષી કામગીરી માટેની શુભેચ્છા પાઠવી છે.

list

You might also like