જાણો 19 ફેબ્રુઆરીનું રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આજે કરેલી મહેનતનું ફળ કાલે ઘટે નહીં તે જોવું. ધારેલ પરિણામ ન મળતાં નિરાશા ન ઉપજે તે પ્રમાણે ચાલવું. વિદ્યાર્થીમિત્ર માટે સાનુકૂળ દિવસ. પ્રમોશનની તક મળે. મનની મુરાદ પાર પડે તેવા સંજોગ સર્જાય.

વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકોને વિવાહ સંબંધી યોગ ઉત્પન્ન થાય. ગોચરના ગ્રહો સાનુકુળ થાય. સ્ત્રી જાતકો માટે પેટની પીડા જેવા સંજોગો જોવા  મળે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કાળજી રાખવી.

મિથુન (ક,છ,ઘ) : પ્રેમ-સટ્ટો-લોટરીમાં આવક તથા સાનુકૂળ વાતાવરણ સર્જાય. યાત્રા કે પ્રવાસની તક મળે. અવિવાહિતોને સાનુકૂળ જવાબ મળે. િદવસ દરમિયાન મન-દુઃખ ન સર્જાય તે જોવું. પતિ-પત્ની વચ્ચે સંવાદિતા સર્જાય તેવો પ્રસંગ બને.

કર્ક (ડ,હ) : ઉત્તમ િદવસ છે. ક્યાંકથી અણધાર્યો લાભ મળે. શત્રુ તથા વિરોધી ફાવે નહીં. બદલી-બઢતીના યોગ છે. પત્ની તથા બાળકોની તબિયત સાચવવી.

સિંહ (મ,ટ) : ન ધારેલી તકલીફ આવી પડે. િદવસ દરમિયાન બેચેની રહે. માનસિક શાંતિ હણાતી હોય તેવું લાગે. સાંજ પછી રાહત મળે. આકસ્મિક બદલીના યોગ બને.

કન્યા (પ,ઠ,ણ) : કૌટુંબિક ક્ષેત્રે પ્રતિકૂળતા જણાય. અણધાર્યા ખર્ચનો કોઈ પ્રસંગ બને. કેટલાક પ્રયત્નો આખરે સફળતા અપાવે. વિદ્યાર્થીમિત્રો માટે વધુ મહેનતનો િદવસ છે.

તુલા (ર,ત) : દિવસ દરમિયાન મનમાં ઉદ્વેગ, બેચેની, ચિંતા શંકા, કુશંકાથી તબિયત નરમ-ગરમ રહે. આવક કરતાં જાવક વધે. નિર્ણય સાચવીને કરવો. કોઈ આકસ્મિક લાભ થાય તેવી સાંજ પછી શક્યતા.

વૃશ્ચિક (ન,ય) : દેવું કરવું નહીં. ગૃહ જીવનમાં દુઃખ-૦તણાવ અનુભવાય. ધારેલાં કાર્યો સફળ થાય નહીં. આકસ્મિક સમસ્યા ઉત્પન્ન થાય. છુપા વિરોધીઓથી સાવધાન રહેવું. માનસિક તાણ તથા ઉચાટ અનુભવાય નહીં તેમ સાચવીને કામ કરવું.

ધન (ભ,ધ,ફ) : લગ્નજીવન ભાગીદારીમાં મનદુઃખ થાય. ધંધા વ્યવસાય અને નોકરીમાં સુખદ પ્રસંગ સર્જાય. વિરોધીઓના હાથ હેઠા પડે. કાનૂની દાવા વિવાદમાં આનંદ જનક પરિણામ મળે.

મકર (ખ,જ) : જમીન-જાગીર સંપત્તિના કાર્યોમાં સફળતા મળે. પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર નીકળાય. પ્રેમપ્રસંગ તથા સ્નેહીજનોમાં આનંદથી રહેવા મળે. િદવસ દરમિયાન કોઈ આકસ્મિક લાભ થાય.

કુંભ (ગ,શ,સ) : આ રાશિના જાતકો ઘડાની જેમ અંદરથી વિશાળ હૃદયના હોવાથી કોઈની વાતોમાં આવતા નથી. આવક કરતાં જાવક વધે. હિત શત્રુ તથા દુશ્મનો ફાવે નહીં. પુત્ર-પુત્રીના લગ્ન જીવનમાં આકસ્મિક મનદુખ સર્જાય.

મીન (દ,ચ,ઝ,થ) : દિવસ દરમિયાન રાહુ મહારાજ છઠ્ઠા રોગ તથા શત્રુ સ્થાને રહે. તે છતાં કોઈ આનંદજનક સમાચાર મળી જાય. માનસિક સ્થિતિ સમતોલ રાખી ચિંતાનું મારણ થાય તેવા ઉપાય યોજવા. ઉપરી અધિકારી તરફથી સાનુકુળ વાતાવરણ સર્જાય.

You might also like