Categories: World

સાઈબિરિયામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ૨૧નાં મોત: ત્રણ લાપતા

મોસ્કો: રશિયાના સાઈબિરિયામાં એક એમઆઈ-૮ હેલિકોપ્ટર તૂટી પડતાં ૨૧નાં મોત થયાં હતાં અને ત્રણ લાપતા છે. હેલિકોપ્ટરમાં ચાલક દળના ત્રણ સભ્ય સહિત ૨૫ લોકો સવાર હતા. તપાસ સમિતિના જણાવ્યા અનુસાર ફ્લાઈટ સેફ્ટી રેગ્યુલેશનના ઉલ્લંઘન અથવા કોઈ ટેકનિકલ ખામી કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ગાઢ ધુમ્મસના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. સત્તાવાળાઓએ આ દુર્ઘટનાની તપાસના આદેશ જારી કર્યા છે. સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરે સાઈબિરિયાના ક્રાન્સનોયાર્સ્કથી ઉડાન ભરી હતી. આ અકસ્માત નોવી ઉરેગો શહેરની બહારના વિસ્તારમાં ભારતીય સમય મુજબ રાત્રે ૭.૩૦થી ૮.૦૦ કલાક દરમિયાન થયો હતો. ઈમર્જન્સી મિનિસ્ટ્રીની પ્રાદેશિક શાખાએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર નોવી ઉરેગોથી ૮૦ કિ.મી. દૂર તૂટી પડ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલ ત્રણને નોવી ઉરેગોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તપાસ સમિતિના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરના બંને બ્લેક બોક્સ એટલે ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને વોઈસ રેકોર્ડર મળી આવ્યા છે. તેની તપાસ કરીને આ અકસ્માતનાં કારણ અંગે અભ્યાસ કરવામાં આવશે.

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

22 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

22 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

22 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

22 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

22 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

22 hours ago