જાપાનના ટોકિયોમાં વિકલાંગ કેન્દ્ર પર હુમલો, 19ના મોત, 20 ઘાયલ

ટોકિયોઃ જાપાની રાજધાની ટોકિયોમાં સાગામિહારામાં વિકલાંગ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 19 લોકોનાં મોત થયા છે. જ્યારે 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 20ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે 2.30 વાગે વિકલાંગ કેન્દ્ર પર હુમલાખોર ચાકૂ લઇને ઘૂસી ગયો હતો અને લોકો પર હુમલો કર્યો હતો. જેમાં 19 લોકો માર્યા ગયા છે. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

પોલીસે હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે, 26 વર્ષીય શંકાસ્પદ સુકુઈ યામાપૂરી યેન આ સુવિધા કેન્દ્રનો પૂર્વ કર્મચારી હતો. હુમલાખોરે પોલીસને જણાવ્યું હતું કે, તે આ દુનિયાને વિકલાંગથી મુક્ત કરવા માંગે છે. ચિકિત્સા અને અન્ય બચાવ કર્મી સતત અંદર-બહાર લોકોની મદદ કરવા માટે દોડાદોડ કરી રહ્યા છે.

હુમલાખોરે બાદમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. શંકાસ્પદ હુમલાખોરે બ્લેક ટી-શર્ટ પહેરેલી હતી, પરંતુ જ્યારે તેને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું તો તેની પાસે છરી ન્હોતી. પોલીસે હાલ આ અંગે તપાસ હાથ ધરી છે

You might also like