પેશાવરમાં આર્મી સ્કૂલ પર હુમલા બાદ પાક.ની ૧૮૨ મદરેસા સીલ

ઈસ્લામાબાદઃ પેશાવરમાં આર્મી સ્કૂલ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકવાદી હુમલામાં સામેલ પાકિસ્તાનની મદરેસા વિરુદ્ધ હાથ ધરાયેલા દેશવ્યાપી અભિયાનમાં ૧૮૨ મદરેસાને સીલ કરી દેવામાં આવી છે.  આ અંગે અેસોસિયેટેડ પ્રેસ ઓફ પાકિસ્તાને તેના અેક અહેવાલમાં જણાવ્યું છે કે પંજાબ, સિંધ અને ખૈબર પખતૂનખાના મદરેસાને બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ ચરમપંથીઓને પ્રોત્સાહન આપવામાં આ મદરેસાની કથિત સંડોવણી હતી. આ દરમિયાન આતંકવાદી પ્રવૃતિઓ માટે નાણાકીય વ્યવહાર પર અંકુશ લગાવવા માટે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનઅે અત્યાર સુધી ૧૨૬ બેન્ક ખાતાંમાં લગભગ અેક અબજ રૂપિયાના વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ તમામ ખાતાંઓને પ્રતિબંધિત આતંકવાદી જૂથોનો સાથ હતો.

આ બાબતે તપાસ કરતાં કાનૂન પ્રવર્તન અેજન્સીઓઅે પણ ૨૫ કરોડ ૧૦ લાખની રોકડ જપ્ત કરી હતી. સરકારે ૮,૧૯૫ લોકોનાં નામ ચોથી યાદીમાં મૂકી દીધાં છે. જ્યારે ૧૮૮ લોકોનાં નામ અેકિઝટ કંટ્રોલ મૂકવામાં આવ્યા છે. જ્યારે ૨૦૫૨ કટ્ટર આતંકવાદીઓની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવી દેવામાંં આવ્યો છે. આ પ્રકારે સરકારે શકમંદ આતંકવાદીઓની વિરુદ્ધ ૧૦૨૬ કેસ દાખલ કર્યા છે અને ૨૩૦ શકમંદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દેશમાં ૬૪ પ્રતિબંધિત સંગઠન છે.  ડિસેમ્બર-૨૦૧૪માં કેટલાક આતંકવાદીઓઅે પેશાવરની આર્મી સ્કૂલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૫૦ લોકોનાં મોત થયાં હતાં.

You might also like