18 વર્ષની સુહાના ખાન બની મેગેઝિનની કવર ગર્લ

મુંબઇ: શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાનને લઇને એવા સમાચાર હતા કે કરણ જોહર તેને ફિલ્મોમાં લોન્ચ કરશે. જોકે હજુ સુધી તેવું થયું નથી, પરંતુ સુહાનાએ પોતાનું પહેલું મેગેઝિન ડેબ્યૂ જરૂર કરી લીધું છે. તેણે પહેલું સ્ટનિંગ ફોટોશૂૂટ વોગ માટે કરાવ્યું છે. ખાસ વાત તો એ છે કે મેગેઝિનની આ એડિશનને ખુુદ શાહરુખે લોન્ચ કરી છે.

શાહરુખે ટ્વિટર પર કવર ગર્લ બનેલી સુહાનાના મેગેઝિનનો ફોટો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે હું ફરી વખત મારી દીકરીને મારા હાથમાં ઉઠાવી રહ્યો છું, થેન્કસ વોગ.

ગૌરીએ પણ સુહાનાના ફોટોશૂટના પિકચર્સ અને વીડિયો શેર કર્યા છે અને સાથે તેણે પુત્રીના ફોટોશૂટનાં વખાણ કરતાં તેને ઓસમ શૂટ ગણાવ્યું અને મેગેઝિનનો પણ આભાર માન્યો. માતા ગૌરી ખાને થોડા મ‌િહના પહેલાં એક ઇવેન્ટમાં સુહાનાના ફોટોશૂટનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે સુહાના હાલમાં એક મેગેઝિનના ફોટોશૂટની તૈયારીઓમાં બિઝી છે. આ અંગે હું વધુ કંઇ કહી શકું તેમ નથી.

હાયર એજ્યુકેશન માટે લંડનમાં રહે છે સુહાના
સુુહાનાને ડાન્સિંગ અને સ્પોર્ટસ ખૂબ જ પસંદ છે. તે સ્કૂલની ઘણી સ્પોર્ટસ ઇવેન્ટમાં સામેલ થતી રહે છે. શાહરુખ ઇચ્છે છે કે તે સારી ડાન્સર બનીને દુનિયાભરમાં તેનું નામ રોશન કરે. હાલમાં સુહાના લંડનમાં હાયર એજ્યુકેશન લઇ રહી છે.

અભિનેત્રી બનવા ઇચ્છે છે સુહાના
સુહાના પપ્પા શાહરુખની જેમ એક્ટિંગ ફિલ્ડમાં પોતાની કરિયર બનાવવા ઇચ્છે છે. તે સ્કૂલમાં પણ ઘણા પ્લેમાં ભાગ લેતી આવી છે. સુહાના તેના પિતાની ખૂબ જ નજીક છે.

શાહરુખે એક વાર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં સુહાનાના સવાલ પર કહ્યું હતું કે જો કોઇ છોકરો મારી પુત્રીને લિપ કિસ કરશે તો હું તેના હોઠ ઉખાડી લઇશ, એટલું જ નહીં શાહરુખે એક વર્ષ અગાઉ એક ફેમસ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સુહાના કોઇ છોકરા સાથે ડેટ કરવા ઇચ્છે છે તો આ માટે તેણે કેટલીક શરતો પણ બનાવી છે.

You might also like