રાજ્યના 18 ન્યાયધીશોને ફરજિયાત નિવૃત્ત કરતી હાઈકોર્ટ

અમદાવાદ:  રાજ્યના વિવિધ જિલ્લામાં કાર્યરત 18 એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજીસને હાઈકોર્ટે ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. પ્રત્યેક રાજ્યમાં હાઈકોર્ટ તરફથી દર વર્ષે તમામ જજીસની કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવે છે. જે અંતર્ગત જે ન્યાયાધીશની ઉંમર 50 થી 55 ની વચ્ચે હોય, જેમની ઉંમર 55 થી 58ની વચ્ચે હોય તેમજ જેમની ઉંમર 58 થી વધુ હોય તેમની કામગીરીની સમિક્ષા કરવામાં આવે છે.

જે અંતર્ગત જે-તે ન્યાયાધીશ દ્વારા કેસ નિકાલની સંખ્યા, કોર્ટમાં તેમની હાજરી, ન્યાયાધીશ સામેની ફરિયાદો, તેમની સામેની તપાસ સહિતના પાસાઓને ધ્યાને લેવામાં આવે છે. ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ- 2005 અંતર્ગત ન્યાયાધીશોની કામગીરીની વાર્ષિક સમીક્ષા કરવામાં આવે છે. આ 18 ન્યાયાધીશોની કામગીરી સંતોષકારક નહી લાગતા તેમને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હોવાનું હાઈકોર્ટના સુત્રોએ જણાવ્યુ હતુંં.

ફરજિયાત નિવૃત્ત કરાયેલા ન્યાયાધીશો
1. સતિષકુમાર વિઠ્ઠલભાઈ પારેખ, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, ગાંધીધામ, કચ્છ
2. મિસ યશોધરા મનુભાઈ પંડ્યા, પ્રિન્સીપલ જજ, ફેમીલી કોર્ટ, ગોધરા
3. પ્રહલાદભાઈ અમથાભાઈ વાઘેલા, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, પંચમહાલ
4. શૈલેષ મણીલાલ બેલાણી, જોઈન્ટ સેક્રેટરી, લીગલ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર
5. રાજર્ષિ દેવેન્દ્ર અધ્વર્યુ, એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ, દીઓદર, બનાસકાંઠા
6. નાગરભાઈ ગણેશભાઈ પરમાર, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, જેતપુર, રાજકોટ
7. છત્રસેન ભિખુભાઈ પટેલ, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, રાજુલા, અમરેલી
8. ભરતકુમાર ધનજીભાઈ પીઠવા, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, વડોદરા
9. દિલીપકુમાર ઈશ્વરલાલ પટેલ, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, અમદાવાદ (ગ્રામ્ય)
10. બાબુભાઈ લાલજીભાઈ ડાભી, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, મહેસાણા
11. જયેશકુમાર ક્રિશ્નકાંત આચાર્ય, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, નડીયાદ, ખેડા
12. શ્રેણીક કિરીટકુમાર પટેલ, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, ગોધરા, પંચમહાલ
13. જયદેવ ભુપતભાઈ ઢાઢલ, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, ભૂજ, કચ્છ
14. સેમ્યુઅલ વિવયાનભાઈ ક્રિશ્ચન, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, અંકલેશ્વર, ભરૂચ
15. નિરંજન મુકુંદરાય વ્યાસ, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, બારડોલી, સુરત
16. મનિષ તુલજાશંકર આચાર્ય, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, વ્યારા, તાપી
17. બિપીનચંદ્ર ગૌરીશંકર જોષી, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, રાજકોટ
18. કંદર્પ કૃષ્ણકુમાર ધોળકીયા, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, વડોદરા

You might also like