માં અમૃતમ કાર્ડનો જથ્થો બિનવારસી મળ્યો

વડોદરા : ગરીબ અને મધ્યમવર્ગના પરિવારને આર્થિક સહાયના ઉદ્દેશ્યથી તેમજ યોગ્ય અને આધુનિક સારવાર મળી તે માટે રાજ્ય સરકાર તરફથી અમલમાં મુકેલ મા અમૃતમ યોજનાના કાર્ડ જરૂરિયાતમંદોને આપવામાં આવે છે પરંતુ અમલદારો અને જવાબદાર સત્તાધીશોની બેદરકારીને કારણે જરૂરિયાત મંદોને મા અમૃતમ યોજનાના કાર્ડ મળતા નથી અને સરકારનું સહાયનો હેતુનો ઉદ્દેશ્ય પાર પડતો નથી.

જેનો તાદ્રશ્ય કરતો બનાવ આજે શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ જમનાબાઇ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. આ સાથે સત્તાધીશોની પણ લાલીયાવાડી અને બેદરકારી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વસતા કેટલાક જરૂરિયાતમંદોએ સરકારી યોજનામાં લાભ લેવા માટે મા અમૃતમય યોજનાના કાર્ડ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ સરકારી કાયેદસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જરૂરિયાત મંદોને સરકારી યોજના મા અમૃતમના કાર્ડ ફાળવવામાં આવ્યા હતા.

જેનો આખેઆખો દસ્તાવેજ તેમજ કાર્ડ બંચ જમનાબાઇ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જમનાબાઇ હોસ્પિટલના સત્તાધીશોએ આ કાર્ડની વહેચણી કરવા માટે અલાયદી વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશોએ બિનજવાબદારી પૂર્વક આ કાર્ડનો બંચ બિનવારસીની જેમ એક જગ્યાએ ઢગલો ખડકી દેવામાં આવ્યો હતો.

જેના પરિણામે કાર્ડ લેવા આવેલ વ્યક્તિઓને ભારે હાડમારી વેઠવી પડી હતી. એટલું જ નહીં કાર્ડના બંચને લોકોએ રફેદફે કરી નાખ્યો હતો. જેના લીધે કેટલાકને પોતાના નામે આવેલ કાર્ડ મળી શક્યા નહતા. જેના કારણે હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

You might also like