કમલા મિલ્સ અગ્નિકાંડઃ મોજો પબના સહમાલિક યુગ તુલીની ધરપકડ

મુંબઈ: ગત ૨૯ ડિસેમ્બરે મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડના અગ્નિકાંડ મામલામાં પોલીસે મોજો પબના માલિક યુગ તુલીની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે મોજો બિસ્ત્રો રેસ્ટોરન્ટ અને પબના માલિક યુગ પાઠકની અગાઉ ધરપકડ કરી હતી. યુગ પાઠક પોલીસની શરણે આવી ગયો હતો. હવે મોજો પબના સહમાલિક યુગ તુલીની ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૯ િડસેમ્બરે કમલા મિલ અગ્નિકાંડમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં. આ અગાઉ ભોઈવાડાની મેજિસ્ટ્રેટ કોર્ટે આ મામલામાં અગાઉ ધરપકડ કરાયેલ હોટલના માલિક વિશાલ કારિયાને જામીન આપ્યા હતા. કારિયાના વકીલ વીરેન્દ્ર કોટેએ જણાવ્યું હતું કે તેમને રૂ. ૧૦,૦૦૦ના જાત મુચરકા પર જામીન આપવામાં આવ્યા છે.

પોલીસે કારિયાના ઘરે ૧-અબવ પબના સહમાલિક અને આ કેસના મુખ્ય આરોપી અભિજિત મનકડની કાર જોયા બાદ એમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. એક ગુનેગારને આશ્રય આપવા માટે આઈપીસીની કલમ-૨૧૬ હેઠળ કેસ દાખલ દાખલ કરાયો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પબ અગ્નિકાંડના આરોપમાં રેસ્ટોરન્ટના માલિક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ૧-અબવ પબના માલિક અભિજિત મનકડની પણ ધરપકડ કરવામાં આવી હતી. એ સાથે બે મેનેજરની પણ ધરપકડ કરાઈ હતી. બે મેનેજરો ઉપરાંત મહેન્દ્ર સંઘવી નામની એક વ્યક્તિની પણ ધરપકડ કરાઈ છે. મહેન્દ્ર સંઘવી ૧-અબવ પબના માલિકના અંકલ થાય છે. આ અગાઉ રેસ્ટોરન્ટના માલિકના બે સગાંઓની પણ ધરપકડ કરાઈ હતી. જેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે.

આ અગાઉ મોજો પબનાે સહમાલિક યુગ તુલી હૈદરાબાદમાં દેખાયો હતો. યુગ તુલી હૈદરાબાદ એરપોર્ટ ખાતે પોતાની પત્ની સાથે સીસીટીવીમાં નજરે પડ્યો હતો.

You might also like