જાણો..નવા વર્ષમાં બોલિવૂડના કયા સ્ટારે શું લીધા સંકલ્પ

નવા વર્ષ પર કેટલાય લોકો નવા સંકલ્પ લેતા હોય છે. આ દિવસને લોકો પોતાનાં પરિવારજનો અને મિત્રો સાથે સેલિબ્રેટ કરે છે. બોલિવૂડના ઘણા સ્ટાર સંકલ્પ લેવામાં ભરોસો કરતા નથી, પરંતુ આ દિવસે ઘણા સ્ટાર સેલિબ્રેશનની સાથે-સાથે ન્યૂ યર રિઝોલ્યૂશન પણ લઇ રહ્યા છે.

આલિયા ભટ્ટઃ નવું વર્ષ એક સારો અવસર હોય છે. હું આ દિવસે મારામાં રહેલી બુરાઇ ત્યાગવાનો અને મારી જીવનચર્યા સુધારવાનો સંકલ્પ લઉંં છું. આ સંકલ્પ આખું વર્ષ ચાલી શકે તે જરૂરી છે. વ્યક્તિ આ માટે પહેલાંથી તૈયારી કરે તે પણ જરૂરી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે અહીં દર શુક્રવારે નવા કલાકારનો જન્મ થાય છે. હંુ આ વર્ષે દૃઢ ઇચ્છાશક્તિ સાથે કામ કરીશ. દર વખતે એકસરખો સંકલ્પ લેવો જરૂરી હોતો નથી.

પરિણીતિ ચોપરાઃ દરેક વર્ષ નવી આશાઓ લઇને આવે છે. ઘણા બધા લોકો દર વર્ષે નવા વર્ષે સંકલ્પ લેતા હોય છે, પરંતુ તેમાંથી મોટા ભાગના સંકલ્પ તૂટી જાય છે. તેથી મારું માનવું છે કે અધૂરા મનથી કરેલા વાયદા ક્યારેય પૂર્ણ થતા નથી. મેં આ વર્ષે કોઇ નવો સંકલ્પ લીધો નથી, કેમ કે વધુ કામના કારણે હું તેને ફોલો કરી શકતી નથી અને ત્યાં પહોંચી જાઉં છું, જ્યાંથી મેં શરૂઆત કરી હતી. હું આ વર્ષે કોશિશ કરીશ કે કોઇનું દિલ ન તૂટે અને બીજાને મદદ કરવા માટે હું તૈયાર રહું. હું હિંમત ક્યારેય ન હારું અને દરેક કામમાં સફળતાનો પ્રયાસ કરું.

સલમાન ખાનઃ હું હંમેશાં નવા વર્ષની ઉજવણી મારા મિત્રો અને પરિવારજનો સાથે કરું છું. મારું સેલિબ્રેશન શૂટિંગ શેડ્યૂલ પર આધારિત છે. દર વર્ષે મારો એ જ સંકલ્પ હોય છે કે મારી નબળાઇઓ સામે લડી શકું. મારામાં રહેલા સારા ગુણોને હજુ વધુ વિકસાવી શકું. હું સંકલ્પ લઇશ કે સન્માર્ગને છોડીને ક્યારેય ન ચાલુ.

વરુણ ધવનઃ નવા વર્ષના સંકલ્પની પાછળ મૂળ ભાવના એ હોય છે કે આપણા જીવનની ગુણવત્તા વધે. નવા વર્ષે લીધેલા સંકલ્પ ઘણી વાર તરત તૂટી જતા હોય છે. તેથી હું નવા વર્ષના દિવસે સંકલ્પ લેતો નથી, પરંતુ આખા વર્ષ માટે સંકલ્પ લઉંં છું. ગયું વર્ષ મારી કરિયર માટે બેસ્ટ હતું. આ વર્ષે પણ હું સારો અભિનેતા બનવાની અને લોકોનું ભરપૂર મનોરંજન કરવાની કોશિશ કરીશ.

સિદ્ધાર્થ મલ્હોત્રાઃ નવા વર્ષે હું આળસ ત્યાગવાનો સંકલ્પ લઉં છું અને દરેકને તે સલાહ પણ આપવા ઇચ્છું છું. આળસ આપણો સૌથી મોટો શત્રુ છે. તે આપણી ઉન્નતિનાં દ્વાર બંધ કરે છે. તેથી આળસને ત્યાગીશું તો વિજય મેળવી શકીશું. આ વર્ષે મારો સંકલ્પ શક્તિનો સદુપયોગ કરવાનો છે.

પ્રિયંકા ચોપરાઃ પ્રિયંકા કહે છે કે મારો કેટલાંય વર્ષથી એ જ સંકલ્પ રહ્યો છે કે જન હિતને સર્વોચ્ચ સમજો, પોતાના એશોઆરામને નહીં. દેશવાસીઓનાં દુઃખ-દર્દમાં ભાગીદાર બનો. ખુદને કમજોર ન બનાવો અને કોઇની વિવશતાનો લાભ પણ ન ઉઠાવો. મારો એ જ સંકલ્પ છે કે ચિંતા, દ્વેષ, ઇર્ષા અને અહંકાર પર કાબૂ મેળવીને એક સારી વ્યક્તિ બની શકો. મનમાં સત્ય, અહિંસા, પ્રેમ અને ઉપકારની ભાવના વસાવી શકું.

સોનમ કપૂરઃ ગયા વર્ષે પોતાની ફિલ્મોથી ખૂબ જ ચર્ચામાં રહેનાર સોનમનું કહેવું છે કે હું નવા વર્ષે કોઇ સંકલ્પ લેવાની નથી, કેમ કે વાયદા અને સંકલ્પ કરતાં પહેલાં આત્મનિરીક્ષણ કરવું જરૂરી હોય છે. જો વ્યક્તિ ઇમાનદારીથી પોતાની સમીક્ષા કરે તો તેને ખ્યાલ આવી જાય છે કે આખું વર્ષ કરેલા વાયદા તેણે કેમ તોડી દીધા. મારા સંકલ્પને હું દર ત્રીજા દિવસે તોડી નાખું છું. તેથી હવે મેં સંકલ્પ લેવાનું જ છોડી દીધું છે.

રણવીરસિંહઃ નવા વર્ષનો મારો સંકલ્પ છે કે ખૂબ જ સારી ફિલ્મોનો ભાગ બનીને લોકોને ભરપૂર મનોરંજન કરાવવું. મનુષ્યનો સ્વભાવ હોય છે કે તે નવી વસ્તુઓથી આકર્ષાય છે. નવી પરિસ્થિતિઓ અંગે યોજનાઓ બનાવે છે. આ જ કારણ છે કે નવા વર્ષના અવસરે લોકો નવા સંકલ્પ લે છે. •

You might also like