Categories: India

ક્રાઇમ પેટર્નમાં બદલાવ આવી રહ્યો છે

હવે ડેબિટ કાર્ડ, બેન્ક ફ્રોડ, ઇન્ટરનેટ દ્વારા, ફેસબુક કે વોટ્સ એપ પર છેતરપિંડી કરીને પૈસા કમાવવાનો હથકંડો ગુનેગાર અપનાવી રહ્યા છે. જે કામ ગોળ ખવડાવીને કરાવી શકાય છે, એ કામ કરવા માટે ઝેરનો ઉપયોગ કરવાની શું જરૃર? આજના જમાનામાં આ પ્રકારની ગુનાખોરીને સાઇબર ક્રાઇમના નામથી ઓળખવામાં આવે છે……

 

મુંબઇને દેશની આર્થિક રાજધાની તો માનવામાં આવે જ છે, સાથે જ તે વિવિધ પ્રકારની દેશી અને વિદેશી ગુનાખોરીનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. દેશ-વિદેશમાં વિસ્તરેલા કાળાધંધાઓના શહેનશાહ ગણાતા એવા દાઉદ ઇબ્રાહિમ, છોટા રાજન, છોટા શકીલ વગેરે મુંબઇની જ દેન છે. મુંબઇ પર રાજ કરવાનું સપનું અને તેના કારણે વિવિધ માફિયાઓ વચ્ચે છેડાયેલી ગેન્ગવોર તેમજ એન્કાઉન્ટર એક સમયે મુંબઇની ઓળખ બની ગયા હતા પણ તમને જાણીને નવાઇ લાગશે કે છેલ્લાં પાંચ-સાત વર્ષોમાં ગેન્ગસ્ટરોની ગોળીઓથી કોઇની હત્યા નથી થઇ અને ના તો કોઇ એન્કાઉન્ટર થયા છે. માત્ર મુંબઇ જ નહીં પણ દેશના મોટાભાગના શહેરોમાં રસ્તાઓ પર થતી જાનલેવા અથડામણો અને ખૂની ખેલ હવે પ્રમાણમાં ઓછા થયા છે. ખંડણી માગવાના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. હવે કોઇ નાના-મોટા અપવાદને બાદ કરતાં કોઇને અંડરવર્લ્ડની ધમકીઓ નથી મળતી. તો હવે આ બધું જોયા, અનુભવ્યા અને વાંચ્યા પછી એમ માનવું જોઇએ કે ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ગુનેગારો સુધરી ગયા છે. તો એનો જવાબ છે – ના. બિલકુલ નહીં. એનો સીધો અર્થ એ છે કે ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો નથી આવ્યો પણ તેની પેટર્નમાં બદલાવ આવ્યો છે અને દિવસે ને દિવસે બદલાઇ રહી છે.

કોઇના મોબાઇલ પર ફોન કે મેસેજ આવે છેઃ ફલાણી-ફલાણી ગિફ્ટ માટે તમારા ફોન નંબરની પસંદગી થઇ છે. એ ગિફ્ટ કે લોટરી પણ પાછી લાખો, કરોડોની હોય છે અને આ ગિફ્ટ મેળવવા માટે સામેવાળી વ્યક્તિએ આપેલાં એકાઉન્ટ નંબરમાં અમુક રકમ જમા કરાવવાની રહે છે. આવી લાખો, કરોડોની લાલચમાં આવીને કેટલાંય લોકો હજારો રૃપિયા આપેલાં એકાઉન્ટ નંબરમાં જમા કરાવી દેતા હોય છે અને પછી રાહ જોવા લાગે છે કે લાખો, કરોડોની ગિફ્ટ ક્યારે મળશે. એક્ચ્યુલી આવી કોઇ ગિફ્ટ કે લોટરી હોતી જ નથી. બીજા એક પેંતરાની વાત કરીએ જેમાં બેન્કના નામે ફ્રોડ કરવામાં આવે છે. આ પેંતરામાં ગ્રાહકોને ડરાવવામાં આવે છે કે તમારું એટીએમ બ્લોક થઇ જશે અથવા એકાઉન્ટ ફ્રિજ થઇ જશે. જો તમે એવું ન ઇચ્છતા હો તો તમારી પાસે જે માહિતી માગવામાં આવે તે તમારે આપવાની રહે છે. ગ્રાહકો પણ પાછા પોતાની એકાઉન્ટ ડિટેઇલ સામેવાળી વ્યક્તિ જે ખરેખર ફ્રોડ છે, તેને પૂરી પાડે છે અને ગ્રાહક દ્વારા આપવામાં આવેલી માહિતીને આધારે જ ગુનેગારો બેન્કના એકાઉન્ટમાંથી લાખો રૃપિયા છૂ કરી જતા હોય છે. ફંડ ટ્રાન્સફરના એક્સપર્ટ ક્ષણવારમાં મોટી રકમ ટ્રાન્સફર કરી દેતા હોય છે. તમારી આંખોની સામે જ તમારા રૃપિયાનું ગોપીચંદન કરી નાખવામાં આવતું હોય છે. ખુદ મુંબઇ પોલીસના કેટલાંય કર્મચારીઓની સેલરી એક્સિસ બેન્કમાંથી આ રીતે જ ઉડી ગઇ. ગુનેગારોને શોધનારા પોલીસવાળા જ ગુનેગારોના પેંતરાનો ભોગ બની ગયા.

જો પોલીસવાળાના આવા હાલ હોય તો, સામાન્ય માણસનું તો શું ગજું ? હમણાં થોડાં અઠવાડિયા પહેલાં જ, જે.જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં એક કેસ રજિસ્ટર થયો હતો. કેસની વિગતો એવી છે કે સુમૈચ્યા મોમીન નામની એક મહિલા મેક્સ જોહાન્સ નામની વ્યક્તિના સંપર્કમાં આવી. મેક્સ પોતે ન્યૂયોર્કનો રહેવાસી હોવાનું કહેતો હતો. સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા ધીમે ધીમે આગળ વધતી ગઈ. પછી મોમીનને દિલ્હીથી ફોન આવવા લાગ્યા કે મેક્સે તેના માટે આઇપેડ, ઝવેરાત, આઇફોન, ડોલર વગેરે મોકલ્યા છે. આ વસ્તુઓ માટે ટેક્સ ચૂકવવો પડશે. સુમેચ્યાએ તેને આપવામાં આવેલાં એકાઉન્ટ નંબરમાં સાડા ચાર લાખ રૃપિયા જમા કરાવ્યા. પછી ફોન આવ્યો કે પાંચ લાખ રૃપિયા ભરો, જેથી સર્ટિફિકેટ મળે કે અમેરિકાથી મોકલવામાં આવેલાં રૃપિયાનો ઉપયોગ કોઇ આતંકવાદી પ્રવૃત્તિ માટે નહીં કરવામાં આવે. આ ફોનકોલ બાદ સુમૈચ્યાને શંકા ગઇ. તેણે પોતાના ચૌદ વર્ષના દીકરાને આ વાત કરી. આખરે સુમૈચ્યાના દીકરાએ તેને કહ્યું કે આ બધા તો લોકોને છેતરવાના ધંધા છે. સુમૈચ્યાએ પોતાના પતિને વાત કરી અને એ લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

સાઇબર ક્રાઇમમાં માત્ર રૃપિયાની હેરા-ફેરી થાય છે, એવું નથી. ઇન્ટરનેટ કોલ કરીને મહિલાઓને બ્લેકમેઇલ કરવામાં આવે છે. ડરાવવામાં-ધમકાવવામાં આવે છે. અશ્લિલ ફોટો બનાવીને ધમકીઓ પણ આપવામાં આવે છે. મહિલાઓ સાથે પ્રેમનું નાટક કરવામાં આવે છે. કેટલીક મેટ્રિમોનિયલ સાઇટમાં ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરીને લોકોને ઠગવામાં આવે છે. ગયા મહિને જ બેંગલુરુની સેન્ટર ફોર ઇન્ટરનેટ એન્ડ સોસાયટી નામની સંસ્થાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ૧૪ કરોડ આધારકાર્ડધારકોની માહિતીની ચોરી કરવામાં આવી છે. આજે ભારતમાં પચાસ કરોડ લોકો પાસે સ્માર્ટ ફોન છે. ભારતના સવાસો કરોડ જનતાના આધાર કાર્ડ ફોન સાથે લિન્ક થઇ રહ્યા છે. તો શું એનાથી સાઇબર ક્રાઇમ વધવાની શક્યતાઓ વધી નહીં જાય ? વ્હોટ્સ એપ કોલ તો ટ્રેસ પણ નથી થતા.

નેશનલ ક્રાઇમ બ્યૂરોએ વર્ષ ૨૦૧૬નો એક રિપોર્ટ ગૃહમંત્રાલયને સોંપ્યો અને તેને અઠવાડિયા પહેલાં પ્રકાશિત પણ કર્યો. આ રિપોર્ટ અનુસાર ક્રાઇમની પેટર્ન બદલાઇ રહી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. વર્ષ ૨૦૧૫ની સરખામણીમાં વર્ષ ૨૦૧૬માં ક્રાઇમ રેટમાં ૨.૬ ટકાનો વધારો થયો છે. આમ તો સૌથી વધુ ક્રાઇમ રેટ ઉત્તર પ્રદેશમાં છે. વીસ લાખથી વધુ વસ્તી ધરાવતા ૧૯ શહેરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યુંં હતું. જેમાં દિલ્હીમાં દિન પ્રતિદિન ગુનાખોરીની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાનું જણાવાયું છે. ટૂંકમાં વધતી ગુનાખોરીની યાદીમાં દિલ્હી ટોચના ક્રમે છે. બીજા નંબરે મુંબઇ છે.  મુંબઇ પોલીસના વડા દત્તા પડસલગીકરે સાઇબર ક્રાઇમને ગંભીરતાથી લેવાની શરૃઆત કરી છે.

મુંબઇ પોલીસના પ્રવક્તા દીપક દેવરાજનું કહેવું છે કે ડિસેમ્બર મહિનાની શરૃઆતથી મુંંબઇના દરેક પોલીસ સ્ટેશનમાં અલગ ક્રાઇમ સેલ ડિપાર્ટમેન્ટ શરૃ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં સાઇબર ક્રાઇમ સેલ ડિપાર્ટમેન્ટ કાર્યરત હતો. પરિણામે ફરિયાદકર્તાઓને ઘણી તકલીફ પડતી. જોકે, હવે ફરિયાદી પોતાની નજીકના પોલીસ સ્ટેશનમાં સાઇબર ક્રાઇમની રિપોર્ટ નોંધાવી શકશે. સાઇબર સેલના પોલીસ કર્મચારીઓને વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. દરેકને ટેબલેટ આપવામાં આવ્યા છે. હવે જોઇએ કે સાઇબર ક્રાઇમ કન્ટ્રોલને આ પ્રશિક્ષણનો કેટલો ફાયદો થાય છે કારણકે સાઇબર ક્રાઇમની ટેકનિકો સામાન્ય માણસ માટે જેટલી નવી છે એટલી જ પોલીસ કર્મચારીઓ માટે પણ નવી છે.

સાઇબર ક્રાઇમ સેલ ડિપાર્ટમેન્ટ ઉપરાંત પોક્સો સેલમાં બાળકોની સુરક્ષાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એ જ રીતે મહિલાઓ માટે પણ અલગ સેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાળકો, મહિલાઓ સાથે જે રીતે દુર્વ્યવહાર કરવામાં આવે છે – ગુના આચરવામાં આવે છે એ સમાજની માનસિકતા છતી કરે છે અને આવી જ માનસિકતાનું અન્ય એક રૃપ છે સાઇબર ક્રાઇમ. ક્રાઇમ પેટર્નમાં પરિવર્તન આવી રહ્યું છે પણ સાથે જ માનવતાની પેટર્નમાં પણ બદલાવ આવી રહ્યો છે, એ ખરેખર દુખદાયક અને અપરાધભાવ જન્માવનારું છે. એવું લાગી રહ્યું છે કે સ્વસ્થ અને સ્વચ્છ સમાજની વ્યાખ્યા જાણે મરી પરવારી છે.

Maharshi Shukla

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

22 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

23 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

23 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

23 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

23 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

23 hours ago