પ્રિઝર્વેટિવ્સના લીધે છેલ્લાં ૧૦ વર્ષમાં ફૂડ એલર્જીનું પ્રમાણ ત્રણ ગણું થઈ ગયું

કેટલાક લોકોને ચોક્કસ ખાદ્ય ચીજની એલર્જી હોય છે. જોકે આ ફૂડ એલર્જીનું પ્રમાણ છેલ્લા એક દાયકામાં ૩૭૭ ટકા વધ્યું છે. ન્યુ યોર્કના એલર્જિસ્ટોના મતે છેલ્લા દસ વર્ષમાં ફૂડ એલર્જીનું પ્રમાણ ત્રણ ગણું થઈ ગયું છે. સાયન્ટિસોનું માનવું છે કે એલર્જીમાં થયેલી વધારા પાછળ જનીનગત, પર્યાવરણ અને ફૂડ મેન્યુફેકચરિંગ ટેકનોલોજીમાં આવેલ બદલાવ જેવાં પરિબળો કારણભૂત હોઈ શકે છે.

સિંગદાણાની એલર્જીમાં ૪૪૫ ટકાનો વધારો થયો છે, જ્યારે ડ્રાયફ્રૂટ્સ અને તેલિબિયાંની એલર્જીમાં ૬૦૩ ગણો વધારો થયો છે. અન્ય ખાદ્ય ચીજોની કેટેગરીમાં પણ એલર્જીનું પ્રમાણ ૩૭૭ ટકા વધ્યું છે. મોટાભાગની ચીજોની પહેલા ભાગ્યે જ એલર્જી થતી જોવા મળી છે.

You might also like