૧૭ વર્ષની તરુણી સાથે યુવકે ૧૭થી વધુ વખત દુષ્કર્મ આચર્યુ

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપીને દસ મહિના સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની તેમજ તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઈ છે. આ અંગે અમરાઈવાડી પોલીસે આ બનાવ ખોખરા પોલીસની હદમાં બનેલો હોવાથી ખોખરા પોલીસમથકને મોકલી આપી હતી.

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષીય તરુણીએ અમરાઈવાડી પોલીસમથકમાં ગૌતમ સતિષકુમાર સૈન (રહે. ક્રિષ્ણ પાર્ક સોસાયટી, બારેજડી-નાંદેજ રેલવે સ્ટેશન પાસે- અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે આરોપી ગૌતમે લગ્નની લાલચ આપીને ગત તા.ર૧/૦૩/ર૦૧પથી તા.૧૮/૦૧/ર૦૧૬ સુધીના સમય ગાળામાં હાટકેશ્વરમાં આવેલી ખુશ્ન પેલેસ હોટેલમાં ૧૭થી ૧૮ વખત લઈ ગયો હતો. જ્યાં તેણીની મરજી વિરુદ્ધમાં અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આરોપીએ તેણીને એવી ધમકી પણ આપી હતી કે જો તું કોઈને આ વાત કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ.  આ બનાવ અંગે અમરાઈવાડી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ માટે ખોખરા પોલીસને મોકલી આપી હતી.

You might also like