ફરી પાકિસ્તાન ડરી ગયું ભારતથી, 17 આતંકી શિબિરના ઠેકાણાં બદલ્યા

નવી દિલ્હીઃ ઉરી હુમલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકી ટ્રેનિંગ કેમ્પોમાં હલનચલનની માહિતી સામે આવી છે. ગુપ્તચર સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઉરી હુમલા બાદ પીઓકેને લગભગ 17 આંતકી શિબિરોના લોકેશન બદલી નાખ્યા છે.

પીઓકેમાં લશ્કર-એ-તૈયાબા, જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુઝાહિદીનના ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યાં છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ આંતકી કેમ્પના લોકેશન પાકિસ્તાની સેના અને ત્યાંની ગુપ્તચર એજન્સી, આઇએસઆઇની મદદથી બદલવામાં આવ્યાં છે.

કેટલાક આતંકી કેમ્પ પાકિસ્તાની સેનાની શિબિરોની વચ્ચે શિફ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે કેટલાક કેમ્પો પીઓકેમાં સિવિલિયન વિસ્તારની નજીક શિફ્ટ કરવામાં આવ્યાં છે. જેથી ભારતીય ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરી શકાય. ભારત સરકાર અને સેના જે રીતે ઉરી હુમલાની રણનિચી બનાવી રહ્યાં છે. તેનાથી પાકિસ્તાન ડરી ગયું છે.

You might also like